દિયોદર શાળા રીપેરીંગની કામગીરીમાં ભારે ધુપ્પલ બાજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-08 12:08:56
  • Views : 509
  • Modified Date : 2019-05-08 12:08:56

દિયોદર “સૌ ભણે સૌ આગળ વધે” તેવા ઉંચા સૂત્ર સાથે સરકાર  દ્વારા તકેદારી રાખવામાં આવે છે. પરંતુ અધિકારીઓ જાણે કે સરકાર દ્વારા ફાળવાતી રકમ માત્રને માત્ર તેમના કલ્યાણ માટે ફાળવાતી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી મોટાપાયે સર્વ શિક્ષા અભિયાનમાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્વશિક્ષા અભિયાન યોજના અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮ માં ફલડ અંતર્ગત મેજર સ્કુલ રીપેરીંગ અને
રેટ્રોફીટીંગના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાયેલ જેમાં ભારે ધુપ્પલબાજી ચાલી હોવાનું સંભળાય છે.  રાજ્યકક્ષાના એન્જીનીયરો દ્વારા ગામે ગામ શાળાઓની મુલાકાત લઈ સર્વે કરી માપ લઈ તે પ્રમાણે એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ છતાં તેની જગ્યાએ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોએ સેટીંગ કરી જાણે કે મનફાવે તેમ કામો કરી એસ્ટીમેન્ટના છેદ ઉડાડી શાળાઓમાં રીપેરીંગ બતાવી રકમો ચુકવાયેલ હોવાનું ચર્ચાસ્પદ બનાવા પામેલ છે. શું એન્જીનીયરો દ્વારા ખોટું સર્વે કરાયું હશે ?
શાળા રીપેરીંગમાં કેટલુ એસ્ટીમેન્ટ મંજુર થયું કે કેટલું કામ કરવાનું છે. તે અંગે શાળાના આચાર્યોને કોઈ માહિતી અપાતી નથી. જેના ફળ સ્વરૂપ કોન્ટ્રાક્ટર અને ટી.આર.પી. દ્વારા જે પ્રકારની કામોમાં ધુપ્પલબાજી ચલાવવી હોય તે નડતરરૂપ રહે નહી કે શું ?  શાળાના રીપેરીંગ બાદ નેરોલેક, એશીયન પેઈન્ટ કે બર્જર કંપનીના કલર વાપરવાનું એસ્ટીમેન્ટ હોવા છતાં મોટાભાગના ચાલુ કલર દીઓદર જી.આઈ.ડી.સી.માંથી ઉપાડી એકાદ-બે હાથ મરાયો હોવાનું કહેવાય છે. ત્રણ-ત્રણ કલરના હાથ મારવાની ગાઈડલાઈનનો છડેચોક ભંગ થયેલા કામ પરથી જણાય છે. શાળાના રીપેરીંગના પ્લાન મુજબ થવામાં ભારે ગોટાળા આચરાયા હોવાનું કહેવાય છે. રૂમોના પાયા ન ધોવરાય તે મોટે ઓટલા બનાવવામાં આવ્યા છે. તેમાં એસ્ટીમેન્ટ મુજબ આરસીસીનું કામ કરવાનું હોય છે. પરંતુ મોટાભાગના ઓટલા રેતીમાં ચણતર કરાઈ ભારે ઘુપ્પલબાજી ચલાવાઈ છે.
શાળા રીપેરીંગ દરમ્યાન મોટાભાગનાં પતરાં બદલવામાં આવે છે. જે ગેલ્વેનાઈઝ આઈટીએસટી માર્કના યોગ્ય ગેજવાળા પતરાં વાપરવાના એસ્ટીમેન્ટના ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાનું છડેચોક સંભળાય છે.  દિયોદર તાલુકામાં અનેક શાળાઓમાં સર્વે મુજબની રકમના બદલે. મનફાવે તેમ રકમ ચુકવાયેલ. હોવાનું સભળાયેલ છે. મંજુર કરતાં ઓછા ચુકવવાનું કે વધુ ચુકવવાનું કયા નિયમોને આધિન થવા પામેલ હશે ?  સરકારની દિયોદર પંથકમાં શાળા રીપેરીંગ માટે ફાળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ટી.આર.પી.કે કોન્ટ્રાક્ટરોના ગજવામાં ગરકાવ થઈ ગઈ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ટીમ દ્વારા યોગ્ય તપાસ કરાવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર બહાર આવે તેમ છે બાકી હાલ તો કોન્ટ્રાકટર અને સરકારી બાબુઓની મિલીભગત સ્પષ્ટપણે દેખાઈ રહી છે જે જિલ્લા સમહારતા પણ ધ્યાને લઇ ઘટતું કરે એ જરૂરી છે.

Download Our B K News Today App



Related News