ચંદ્રુમાણા કેનાલમાં કમરે દુપટ્ટો બાંધી કિશોર- કિશોરીએ કેનાલમાં ઝંપલાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 13:12:57
  • Views : 464
  • Modified Date : 2020-02-25 13:12:57

ચંદ્રુમાણા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી સોમવારે સાંજે કિશોર અને કિશોરે કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી છે.કિશોરી હારિજના તંબોળીયા ગામની કિશોરી હોવાનું અનુમાન છે જે શિવરાત્રીના રોજ ગુમ થઈ હતી. જોકે આ મામલે પોલીસ પાસે જાણકારી નથી . સૂત્રોના જણાવ્યા મુજબ હારિજ તાલુકાના તંબોળીયા ગામની કિશોરી શિવરાત્રીના રોજ ગુમ થતાં તેની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન ચાણસ્માના ગોખરવા નજીક છોકરા છોકરીના ચંપલ મળી આવ્યા હતા.સોમવારે મોડી સાંજે ચંદ્રુમાણા નજીકના કેનાલના પુલ પાસે લાશો જોવા મળતાં આ લાશ તે કિશોરીની હોવાનું માનવામાં આવી રહયું છે. મૃતક કિશોર પણ આસપાસના ગામનો હોવાનું અનુમાન છે. આ બંને જણા આશરે 14 થી 15 વર્ષની વયના છે.  હારીજ પીએસઆઇ એ.બી.ભટ્ટે જણાવ્યું  કે બે લાશો પીલુવાડા કેનાલ પાસેથી મળ્યાના સમાચાર મળ્યા છે. સત્તવાર રીતે જાણકારી આવી નથી. સોમવારે એક જ દિવસમાં ચાર લાશો મળી છે. ભલાણા નજીકથી કલોલના યુવકની ની લાશ મળી આવી હતી જ્યારે દાંતરવાડા ચેકડેમમાંથી વૃદ્ધની લાશ મળી હતી. પિલુવાડા પાસેથી કિશોર અને કિશોરીની લાશ મળી છે તેવા મેસેજ છે. પણ અમારી પાસે વર્ધી આવી નથી. અઠવાડિયામાં નર્મદા કેનાલમાંથી છ લાશ મળી આવી છે.

Download Our B K News Today App



Related News