વાવ માર્કેટયાર્ડના કર્મીઓએ વિવિધ માંગોને લઈ કાળીપટ્ટી ધારણ કરી વિરોઘ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:13:31
  • Views : 404
  • Modified Date : 2020-07-24 11:13:31

 વાવ માર્કેટયાર્ડના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો.માર્કેટયાર્ડના કર્મચારીઓ દ્વારા બજાર સમિતિનાં વિદ્યમાન સ્ટાફને સેલેરી પ્રોટેક્ષન અને ભવિષ્યમાં મળવાપાત્ર આર્થિક લાભો, બજાર સમિતિના ફાજલ પડનાર ફિલ્ડ સ્ટાફ માર્કેટીંગ ઇન્સ્પેક્ટરોની સેવા નિયમકના વહીવટી તંત્રને હવાલે મુકવા, બજાર સમિતિઓના સેક્રેટરીઓની કેડર રાજ્ય સરકાર હસ્તક લેવા જેવી માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી રહ્યા છે.કર્મચારીઓએ જણાવ્યું કે ‘જો અમારી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી પેંનડાઉન સ્ટાઈક, એક દિવસીય પ્રતીક ઉપવાસ, બજાર બંધનું એલાન, ગાંધીનગરમાં એક-બે દિવસીય પ્રતીક ઉપવાસ, આવેદન તેમજ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. 

Download Our B K News Today App



Related News