કોંગ્રસનો હાથ છોડીને ઝાડુ પકડશે કૈલાશ ગઢવી, રવિવારે જોડાશે AAPમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 13:14:13
  • Views : 308
  • Modified Date : 2022-04-23 13:14:13

 

કૈલાશ ગઢવીને લઇ VTV પાસે એક્સક્લુઝીવ માહિતી

કૈલાશ ગઢવી આ રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાશે

ઇસુદાન ગઢવી અને પ્રદેશના નેતૃત્વની હાજરીમાં જોડાશે AAPમાં
 

ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવીએ ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ જઇ રહી છે જેને કારણે તેમના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવે કૈલાશ ગઢવી આગામી સમયમાં કયા પક્ષ સાથે જોડાશે તે અંગે વીટીવી ન્યૂઝને એક્સક્લુઝીવ માહિતી પ્રાપ્ત થઇ છે. 

 

જી હાકોંગ્રેસ પાર્ટીથી નારાજ કોંગ્રેસના પૂર્વ નેતા સત્તા પક્ષ નહી પરંતુ આપમાં જોડાશે,. વીટીવી ન્યૂઝ પાસે આ એક્સક્લુઝિવ માહિતી પ્રાપ્ત થઇ છે કે કૈલાશ ગઢવી કોંગ્રેસના હાથનો સાથ છોડીને ઝાડું પકડશે  એટેલે કે  આમ આદમી પાર્ટીમાં જોડાશે.  રવિવારે તેઓ ઇસુદાન ગઢવની અને પ્રદેશ નેતૃત્વી હાજરીમાં AAPમાં જોડાશે.  

અરવિંદ કેજરીવાલ સાથે કરી હતી મુલાકાત 

ઉલ્લેખનીય છે કે, સીએ કૈલાશ ગઢવી કોંગ્રેસ પ્રવક્તા રહી ચૂક્યા છે. પ્રોફેશનલ કોંગ્રેસના વડા પણ રહી ચૂક્યા છે.  પરંતુ પાર્ટીની કામગીરીને લઇને તેઓ નારાજ હતા.   કૈલાશ ગઢવી થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળી ચૂક્યા છે. ત્યારે તે આપમાં  હવે તેઓ વિધિવત રીતે રવિવાર આપમાં જોડાઇ જશે.   

ટ્વિટર પર કાઢ્યો બળાપો 

કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. અહેમદ પટેલના દિકરાએ અગાઉ ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કૈલાસ ગઢવીએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવા માટે કટ્ટર સંકલ્પના અભાવમાં છેલ્લા ઘણા સમયથી  કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં સરકાર બનાવવામાં અસફળ રહ્યું છે. જેના કારણે સૌથી વધુ નુકસાન જમીની સ્તર સાથે જોડાયેલા એ કાર્યકર્તાઓને થાય છે જેઓ દિવસ રાત મહેનત કરે છે. હવે  બહુ થાક થયો, ચાલો કંઇક નવું કરીએ. તો બીજી તરફ મળતી માહિતી મુજબ કૈલાશ ગઢવી પક્ષના 10થી 15 જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસ છોડશે.

 

મક્કમતા હજી દેખાતી નથી- કૈલાશ ગઢવી 

વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે 2007થી પાર્ટીમાં એક્ટિવ રહ્યો છું. પાર્ટીએ જે કીધુ એ કામ કર્યું. પરંતુ સરકાર બનાવવાની જે આગ હોયને તેની ઉણપ દેખાય છે.  પાર્ટીને સત્તામાં લાવવા માટે કાર્યકરો મહેનત કરે છે.  પછી થોડા દિવસોમાં વ્યવસ્થા ખોરવાઇ જાય છે, અને પછી એવા નિર્ણયો લેવામાં આવે છે જેના કારણે પાર્ટી સત્તામાં આવતી આવતી રહી જાય છે. ગઇ વખતે પણ 20 સીટી આવી રીતે જ ગઇ. અને હજુ પણ જે મક્કમતા આવવી જોઇએ એ દેખાતી નથી.. જગદીશભાઇ મહેનત ઘણી કરી રહ્યા છે પણ બાકીના લોકો તેમની મહેનત ફળવા દે તેમ નથી લાગતું. 

 

 

 

Download Our B K News Today App



Related News