કંઈક આવી પસાર થઈ ચિદમ્બરમની રાત, સવારે ચા પીતાની સાથે જ શરૂ થઈ પુછપરછ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 13:34:58
  • Views : 490
  • Modified Date : 2019-08-23 13:34:58

INX મીડિયા કેસમાં પુછપરછ માટે સ્પેશિયલ અદાલત દ્વારા સીબીઆઈની ચાર દિવસના રિમાંડ પર મોકલી આપવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમની મોડી રાત્રે 12 વાગ્યા સુધી આકરી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ બાદ તેઓ ઉંઘી ગયા હતાં.પરંતુ સવારે 7 વાગ્યા પહેલા જ તેઓ ઉઠી ગયા હતાં. ત્યાર બાદ ચા પીધા બા જ સીબીઆઈએ ચિદમ્બરમની વધુ એકવાત તપાસ હાથ ધરી દીધી હતી. આ સીબીઆઈની કસ્ટડીમાં ચિદમ્બરમનો આ પહેલો જ દિવસ હતો જે લભભગ પુછ્પરછમાં જ વીત્યો હતો.ગઈ કાલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમને સીબીઆઈ રિમાંડમાં મોકલી આપ્યા હતાં. ત્યાર બાદ સીબીઆઈ ચિદમ્બરમને તેમની ઓફિસમાં લઈ ગઈ હતી ત્યાં પૂર્વનાણાંમંત્રીની પુછપરછ કરી હતી.પુછપરછ બાદ તેમને રાતનું ભોજન આપવામાં આવ્યું હતું જે તેમના ઘરેથી આવ્યું હતું. સાથે તેમના ઘરેથી કેટલાક કપડા પણ મોકલવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ચિદમ્બરમની વધુ એકવાર પુછપરછ કરવામાં આવી હતી. તેમની મોડી રાત્રે 12 વાગ્યા સુધી પુછપરછ કરવામાં આવી હતી. 12 વાગ્યા બાદ ચિદમ્બરમ ઉંઘી ગયા હતાં.આજે વહેલી સવારે 7 વાગ્યા પહેલા તેઓ જાગી ગયા હતાં. તેમને સીબીઆઈ તરફથી ચા આપવામાં આવી હતી. ચા પીધા બાદ જ ફરી એકવાર સીબીઆઈ દ્વારા ચિદમ્બરમની આકરી પુછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. સીબીઆઈ તરફથી તેમને અનેક આકરા સવાલ પુછવામાં આવ્યા હતાં.

Download Our B K News Today App



Related News