મહેસાણાના કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારી હત્યા, સ્ટોર બંધ કરતી વખતે લૂંટારુઓએ હુમલો કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:57:28
  • Views : 487
  • Modified Date : 2020-12-15 11:57:28

    મહેસાણાના કડીના યુવકની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવમાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યો હતો એ જ સમયે લૂંટારુઓએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામનો વતની છે અને છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. તાજેતરમાં જ તેણે આ નવી નોકરી શરૂ કરી હતી.



    મહેસાણા જિલ્લાના કડીના વડુ ગામના રહેવાસી અશોક અંબાલાલ પટેલ નોકરી અર્થે અમેરિકા ગયા હતા. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. સારી ઓફર મળતા તેમણે પેન્સિલવેનિયામાં એક સ્ટોરમાં નવી નોકરીની શરૂઆત કરી હતી.અમેરિકાના પેન્સિલવેનિયામાં પોતાના જ ગામના યુવકની ગોળી મારીને લૂંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે કડીના વડુ ગામમાં ફેલાયા હતા.


    સમાચાર મળતા જ ગ્રામજનો અને સગાસંબધીઓ વડુમાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી ગયા હતા. વિદેશમાં કમાવવા ગયેલા ગામના યુવકની હત્યાથી વડુ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.



Download Our B K News Today App



Related News