થરા ખાતે જનશ્રી જૂથ વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:58:43
  • Views : 622
  • Modified Date : 2019-04-21 05:58:43

બનાસ ડેરી દ્વારા કાંકરેજ તાલુકાના થરા મુકામે તાલુકાના મૃતક પશુપાલકોના વારસદારોને બનાસ ડેરી દ્વારા જનશ્રી જૂથ વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન બનાસ ડેરીના ડીરેક્ટર તેમજ માર્કેટયાર્ડ થરાના ચેરમેન,   અણદાભાઈ પટેલ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના દૂધ મંડળીના તમામ ચેરમેન મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો મળીને ૧૦૦૦ થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જનશ્રી જૂથ વીમા યોજના અંતર્ગત તાલુકાના મૃતક પશુપાલકોના વારસદારોને ૧૦૩ જેટલા ચેકોનું વિતરણ પટેલ અણદાભાઈના હાથે કરવામાં આવેલ. બનાસ ડેરી દ્વારા અવસાન પામેલના વારસદારોને મદદરૂપ થવાય અને બનાસ ડેરીના તમામ સભાસદોની સાથે કુટુંબ ભાવના સાથે અરસપરસ મદદરૂપ થવાય તે માટેનું એક સરાહનીય પગલું છે. આ કાર્યક્રમમાં તાલુકાના કરશનભાઇ ચૌધરી, લખમણભાઈ પટેલ, ડાયાભાઈ પીલીયાતર, ઈશ્વરભાઈ પટેલ, અમરતભાઈ દેસાઈ, રાજાભાઈ પટેલ, રામજીભાઈ દેસાઈ, ઈશુભા વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માનસુંગભાઈ પટેલ, લીલાજી ઠાકોર, રામાજી ઠાકોર, બનાસ ડેરીના આસી. મેનેજર હરિભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, હેમાભાઈ પટેલ અને ડેરીના સ્ટાફમિત્રો અને મોટી સંખ્યામાં તાલુકાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News