જૂનાગઢમાં કારે મારી પલટી, ઘટનામાં 5 લોકોના મોત, કારનું પતરું કાપી મૃતદેહોને કઢાયા બહાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 13:20:46
  • Views : 532
  • Modified Date : 2019-08-29 13:20:46

જૂનાગઢમાં એક કારે પલટી મારી દીધી, જેમાં 5 લોકોના મોત નિપજ્યા. ઘટના ગાંઠીલા પાસેની છે કે જ્યાં કાર પસાર થઇ રહી હતી, તે દરમિયાન કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે પલટી મારી દીધી હતી. જેમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ગાંઠીલા પાસેથી પસાર થતી કાર પુલ સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા 7 લોકોમાંથી 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાનાં પગલે કારને તોડીને પાંચેયનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. 5 મૃતકનાં મૃતદેહોને પીએમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે અને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News