પાલનપુર,ડીસા,થરાના જુગારધામોમાં પોલીસની રેડ,7 જુગારી ઝબ્બે,5 ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:19:48
  • Views : 360
  • Modified Date : 2020-07-25 11:19:48

પાલનપુર, ડીસા અને થરા પોલીસે ગુરૂવારે ત્રણ જુગારધામો પર દરોડા પાડી ગંજીપાના તેમજ વરલી મટકાનો જુગાર રમી રહેલા 7 જુગારીયાઓને રૂ.18,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે 5 જુગારીયા ફરાર થઇ જતા કુલ 12 સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે ડીસા હાઇવે પર સર્વિસ રોડ પર જુગાર રમી રહેલા 3 જુગારીયાઓને રૂ.6180ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો ડીસા પોલીસે રાણપુર રોડ પર આવેલા જલારામ કોમ્પ્લેક્ષ નજીક જુગાર રમી રહેલા બે જુગારીયાઓને રૂ.2520ના મુદ્દામાલ સાથેલ ઝડપી પાડ્યા હતા. જ્યારે થરા પોલીસે રાણકપુર સબળજી પાર્ટીમાં ખુલ્લી જગ્યામાં બેસી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા બે ને રૂ. 10,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે 5 શખ્સો ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા અને ફરાર જુગારી

ડીસા જલારામ કોમ્પ્લેક્ષ નજીકથી ;-  ઇરફાનભાઇ ઇકબાલભાઇ ગુલામ,હીતેશજી કુવરજી ઠાકોર

પાલનપુર ડીસા હાઇવે પરથી ;-  અમરાજી રાવતાજી ઠાકોર,હકીમખાન ઇબ્રાહીમખાન પઠાણ,નુરમહમદ ફતેખાન સિન્ધી

થરાના રાણકપુર સબળજી પાર્ટીમાં ઝડપાયા ;- ધર્મેન્દ્રસિહ વિનુભા વાઘેલા,રાહુલસિહ શ્રવણસિહ વાઘેલા

ફરાર ;- પિન્ટુભા ધિરૂભા વાઘેલા,સિધ્ધરાજસિહ નાનુભા વાઘેલા, હફીબા ભીખુભા વાઘેલા,નિનુબા કાંતુભા સોલંકી,બલુભા ઉર્ફે બલસંગ નવુભા વાઘેલા

Download Our B K News Today App



Related News