થરાદમાં હર્ષ બંગ્લોઝ સોસા.માં જુગાર રમતાં 4 શકુનિ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 12:48:44
  • Views : 524
  • Modified Date : 2020-07-24 12:48:44

થરાદની હર્ષ બંગલોઝ સોસાયટીમાં બુધવારે રાત્રે રેડ કરતાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા હતા. પોલીસે રોકડ તથા મોબાઇલ મળી રૂ. 26,410 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.થરાદ પોલીસને બુધવારે રાત્રે બાતમી મળી કે હર્ષ બંગલોઝ સોસાયટીમાં કેટલાક યુવકો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમી આધારે પોલીસ કર્મીઓએ રેડ કરતાં હર્ષ બંગ્લોઝમાં રહેતા પ્રવિણકુમાર મંગળદાસ સોનીના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જાહેરમાં હારજીતનો તીનપત્તી જુગાર રમતાં પ્રવીણકુમાર મંગળદાસ સોની (રહે.હર્ષ બંગ્લોઝ, થરાદ, મુળ રહે.ભાભર મોચી બજાર,તા.ભાભર), સુરેશભાઇ કરમણજી સોની (રહે.હર્ષ બંગ્લોઝ-થરાદ), નારણભાઇ કરમણભાઇ સોની (રહે.આંબલીશેરી, થરાદ) અને  દિનેશકુમાર શંકરલાલ સોની (રહે.ભાભર સોની બજાર, ભાભર)ને પકડી લીધા હતા. જેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 11,410 તથા 3 મોબાઇલ  કિંમત રૂા.15000 મળી કુલ રૂા.26,410ના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News