રાણપુર ઉગમણાવાસ ગામેથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 13:21:58
  • Views : 690
  • Modified Date : 2020-07-23 13:21:58

ડીસા તાલુકા પોલીસે મંગળવારે રાણપુર ઉગમણાવાસ ગામેથી જાહેરમાં જુગાર રમતાં પાંચ જુગારીઓને રૂ. 18,400 ના મુદામાલ સાથે ઝડપી જુગાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે રેડ કરી જુગાર રમતા અજયસીગ ઉર્ફે અજુભા ઝવેરજી વાઘેલા, રતુભાઇ ખેમજી વાઘેલા, પ્રકાશભાઇ કુરશીભાઇ દેસાઇ, ભરતભાઇ મગનભાઇ દેસાઇ અને સાગરભાઇ કરશનભાઇ દેસાઇ (તમામ રહે.રાણપુર ઉ.વાસ, તા.ડીસા)  ને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News