અંબાજીમાં ધર્મશાળામાં જુગાર ચલાવતો મેનેજર સહિત સાત જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 11:10:48
  • Views : 411
  • Modified Date : 2020-03-17 11:10:48

અંબાજીની અમદાવાદી મોઢ ચાંપાનેરી ધર્મશાળામાંથી શનિવારે પોલીસે જુગાર રમી રહેલા ધર્મશાળાના મેનેજર સહિત 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા.જેમની પાસેથી ગંજીપાનાના સાહિત્ય સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.24,050 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અંબાજીમાં માનસરોવર નજીક આવેલી અમદાવાદી મોઢ ચાંપાનેરી ધર્મશાળાના રૂમ નં.311માંથી શનિવારે ધર્મશાળાના મેનેજર શશીકાંત વાસુદેવ રાવલ સહિત 7 શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે 7 શખ્સો પાસેથી રૂ.5050 સહિત મોબાઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.24,050નો મુદ્દામાલ કબ્જે કરી ધર્મશાળાના મેનેજર શશીકાંત વાસુદેવ રાવલ,સાગર સુરેશભાઇ બારોટ, ધર્મા અમથાભાઇ રાણાવાસીયા, ભોગીલાલ ડાયાભાઇ પટેલ,વિકાસ શાંતિલાલ મહેતા,રમેશ હીરાજી ઠાકોર અને સમરતદાન બાદરદાન ગઢવી સામે ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News