સરકારી નોકરી મેળવવાની લાલચમાં જોજો ભરાઈ ન જતા! વડોદરામાં 63 લોકોના 84 લાખ ચાઉ, ટોળકી પોલીસ જાપ્તામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 15:59:49
  • Views : 252
  • Modified Date : 2022-06-25 15:59:49

 

ONGCમાં નોકરીની લાલચ આપી

વડોદરા ઝોન-2 LCB ટોળકીને ઝડપી

63 લોકોને છેતરી 84 લાખ 25 હજારનું કૌભાંડ આચર્યું

 

વડોદરા શહેરમાં ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઇ છે. જે શહેરમાં ગોત્રીની મહિલાને ONGCમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી અપાવવાનું કહી રૂપિયા 2,68,500 ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેને લઇ વડોદરા ઝોન-2 LCB ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે.

 

પૂછપરછ બાદ કરોડોમાં આંકડો જાય તેવી શક્યતા
છેતરપિંડીની અનેક ઘટનાઓ વચ્ચે વડોદરાના 63થી વધારે લોકોને નોકરીની લાલચ આપી 84 લાખથી વધારે રૂપિયા પડાવી લીધા હતા. હજુ પણ નોકરી વાંછુક સાથે ઠગાઈનો આંક કરોડોમાં પહોંચે તેવી શક્યતાઓ લાગી રહી છે.. આરોપી વિજય ઠાકોરને વડોદરાના પોલો ગ્રાઉન્ડ નજીકથી ઝડપી પાડ્યા બાદ ટોળકીનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી ભરૂચ અને મહેસાણા ના બે મૂળ રહેવાસીઓ મુંબઇમાં વસવાટ છે.

 

ઝડપાયેલા ત્રણ આરોપીઓ કોણ અને ક્યાંના રહેવાસી?

વિજયજી જયંતીભાઈ ઠાકોર રહે, ,અર્પણનગર બાકરોલ ગામ તા.જી.આણંદ મૂળ રહે, ઠાકોરવાસ અમરખો દરવાજો વડનગર મહેસાણાં 

વિષ્ણુભાઈ અંબારામ ચૌધરી ..૩૬ હાલ રહે, શ્રી કચ્છ સતસંગ સ્વામીનારાયણ વિશ્રાંતી ભુવન ડો. કાશીબાઈ નવરંગ માર્ગ, ગામદેવી મુંબઈ (મહારાષ્ટ્ર) મૂળ રહે, તળાવની પાળ ઉચરપી ગામ તા.જી.મહેસાણાં 

મેહુલકુમાર રમેશભાઈ પટેલ ..૩૭ હાલ રહે, ન્યુ. સેન્ટ્રલ ડોરમીટરી પહેલો માળ એસ.એમ. મેન્શન ૩૦૧, બીલ્લાસ રોડ મુંબઈ સેન્ટ્રલ (મહારાષ્ટ્ર) મૂળ રહે, ગોદામ ફળીયું ગામ કારેલાં તા.જી. ભરૂચ

 

આવો વહીવટ તમારી મરણમૂડી પણ લઈ જશે
નોકરી મેળવવા માટે નાગરિકો અનેક રીતે મહેનત કરતા હોય છે પરંતુ નાણાં આપવાથી નોકરી મળી જશે આવું વિચારનાર લોકોએ ખાસ ચેતી જવું પડશે કારણકે જે રીતે લોકો છેતરાઈ રહ્યા છે ત્યારે સરકારી નોકરીની નાણાં ચૂકવવાથી મળી જશે તેવી ઘેલછા છોડી મહેનત કરે તો વધારે આસાનીથી નોકરી મેળવી શકાશે તે વાત ગાંઢ વાળી લેવી જોઈએ 
 

Download Our B K News Today App



Related News