સરસ્વતી તાલુકાના ખારેડા ગામે જોગણી માતાજીની જાતર યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 06:02:32
  • Views : 469
  • Modified Date : 2019-04-21 06:02:32

ચૈત્ર મહિનો એટલે દેવી દેવતાઓનો મહિનો લોકો આ મહિનામાં  માતાજીની જાતરો, માનતાઓ કરતાં જોવા મળી રહ્યા ત્યારે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે ઠાકોર સુજમલજી તરસંગજી ઠાકોરના પરિવારે તેમની માતાજી પરની શ્રધ્ધા રાખીને તેમની મનોકામના પૂર્ણ થતાં આજે જોગણી માતાજીની રમેલ (જાતર) કરી હતી. તેમાં માતાજીની રેગડીઓ કરી માતાજીના ગુડલા ગાયા હતા અને વહેલી સવારે સુર્યદેવની સાક્ષીએ તેલ ફુલ ચડાવ્યા હતા. આ જાતરમાં માતાજીના સેવક (ભુવાજી) તખાજી ઠાકોર, પાડજીકાકા ઠાકોર, શાંતિપુરી મહંત, કંચનજીસરપંચ, ગણેશરામ મહારાજ, આજુબાજુ ગામોના ભુવાઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News