1 ભારતીય સહિત માત્ર 112 લોકો કરે છે આ નોકરી, જાણો શું કરે છે તેઓ કામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:17:56
  • Views : 602
  • Modified Date : 2019-11-07 14:17:56

નોકરીને લઈ વર્તમાન સમયે દરેક વ્યક્તિ ચિંતીત છે. બેરોજગારીના કારણે લોકોને મનઈચ્છિત કામ મળતું નથી. તેનું કારણ છે દરેક ક્ષેત્રમાં નોકરી કરતાં લોકોની સંખ્યા મસમોટી હોય છે. કોઈપણ ઓફિસમાં જાઓ લોકોની સંખ્યા વધારે જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું કામ પણ છે જેમાં માત્ર 112 લોકો જ નોકરી કરે છે. જી હાં દુનિયાના 112 લોકો જ આ નોકરી કરી છે અને તેમાં એક ભારતીયનો સમાવેશ પણ થાય છે. આ નોકરી કઈ છે તેવો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ છે વોટર ટેસ્ટિંગ. અત્યાર સુધીમાં તમે ભોજન, વાઈન, ચા જેવી વસ્તુઓનું ટેસ્ટિંગ થતું હોવાનું સાંભળ્યું હશે. પરંતુ આજે જાણો વોટર ટેસ્ટિંગ વિશે. આ કામમાં ભારતનો એક જ વ્યક્તિ કામ કરે છે. તેનું નામ ગણેશ અય્યર છે, તેના જણાવ્યાનુસાર આ પ્રોફેશનની ડિમાંડ આગામી વર્ષોમાં વધશે. ગણેશના જણાવ્યાનુસાર તેનું કામ વોટર ટેસ્ટ કરવાનું હોય છે. શરૂઆતમાં તેના પર લોકો ખૂબ હસતાં. આપણા દેશમાં પીવાના પાણીની અછત છે અને તે વોટર ટેસ્ટર બન્યો છે. ગણેશને તેને મળેલા વોટર ટેસ્ટ કરવાના સર્ટિફિકેટ કોર્ષ વિશે વર્ષ 2010માં જાણકારી મળી હતી. ત્યારબાદ તેણે જર્મનીની એક સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ કર્યો અને વોટર ટેસ્ટર બન્યા. હાલ આ કામ દુનિયાભરના 112 લોકો જ કરે છે. 


Download Our B K News Today App



Related News