જો સરકાર બચતી હોય તો JDS કોંગ્રેસમાંથી કોઈ પણને CM બનાવવા તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 12:02:58
  • Views : 447
  • Modified Date : 2019-07-22 12:02:58

એટલું જ નહીં કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે. શિવકુમારનું માનીએ તો JDSએ આ મામલે અમારા હાઈકમાન્ડ સાથે વાત કરી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલા શિવકુમારનું આ નિવેદન શું સરકાર બચાવી શકશે ?... જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી સરકાર સંકટમાં આવી ગઈ હતી. તે સમયે 4 ધારાસભ્યોએ કહ્યું હતું કે જો સિદ્ધારમૈયા રાજ્યની કમાન સંભાળશે તો તે રાજીનામું પરત ખેંચી લેશે અને સરકારને સમર્થન આપશે. આમ શિવકુમારનું આ નિવેદન સરકાર બચાવી શકે છે કે પછી સરકાર પડી જશે તે તો ફ્લોર ટેસ્ટ બાદ જ જાણી શકાશે.આમ કર્ણાટક વિધાનસભામાં ફલોર ટેસ્ટ થવા જઇ રહ્યો છે ત્યારે બળવાખોર ધારાસભ્યો સરકારના પક્ષમાં મત નહીં કરે તો એચડી કુમારસ્વામીની સરકારનો આજે અંતિમ દિવસ થઇ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ અને જેડીએસ તરફથી સરકારને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. એવા સમયે કુમારસ્વામી માટે મુખ્યમંત્રી પદનો ત્યાગ કરી સરકાર બચાવવા આ અંતિમ રસ્તો છે. 

Download Our B K News Today App



Related News