જો અમે હાર્યા હોત તો મને ખબર નથી કે હું ફરી ક્રિકેટ રમત કે નહીં: જોસ બટલર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 15:16:59
  • Views : 500
  • Modified Date : 2019-07-23 15:16:59

ઇંગ્લેન્ડનો જોસ બટલર હવે વર્લ્ડકપ વિજેતા છે. પરંતુ ફાઇનલના અમુક દિવસો પહેલા તેને એ ડર સતાવતો હતો કે ફાઇનલમાં નિષ્ફ્ળતા હાથ લાગી તો શું? જો ટીમ ચેમ્પિયન ન બને તો તેને આઈડિયા નહતો કે તે ફરીથી ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમશે કે નહીં. આ બધા વિચારો અને પોતાના ફિયર ઓફ ફેલિયર ( નિષ્ફ્ળતાના ડર) સાથે તે ઇંગ્લેન્ડના સાઈકોલોજીસ્ટ ડેવિડ યંગને મળ્યો હતો.લોર્ડ્સ ખાતે ચેમ્પિયન બનવાની લાઈફટાઈમ તક ગુમાવી ન હતીબટલરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કિવિઝ સામેની ફાઇનલ પહેલા મેં કુલ 8 ફાઇનલ રમી હતી અને તેમાંથી 7 ફાઇનલ હાર્યો હતો. હું સોમરસેટ માટે અનેક ફાઇનલ તેમજ, ચેમ્પિયન્સ ટ્રોફી (2013) અને વર્લ્ડ ટી-20 ફાઇનલ 2016 (કોલકાતા)માં રમ્યો હતો. મને બહુ સારી રીતે ખબર છે કે ફાઇનલમાં વિરોધી ટીમને ટ્રોફી ઉપાડતા જોવો તેવો કેવું દુઃખ થાય છે. મારે ફરી એક વખત તે દર્દ અને અફસોસનો અનુભવ કરવો ન હતો. મને સૌથી વધુ ડર એ વાતનો પણ હતો કે જો અમે ફાઇનલમાં હાર્યા તો શું ફરીથી ક્રિકેટ રમીશ કે નહીં. આ લાઈફટાઈમ તક હતી. વર્લ્ડકપ ફાઈનલ અને તે પણ લોર્ડ્સ ખાતે! હું વિચારતો હતો કે જો અમે આ વખતે ચેમ્પિયન ન બન્યા તો મારી પાસે ક્રિકેટ રમવાની અને બેટ પકડવાની કોઈ પ્રેરણા રહેશે નહીં.અંતિમ બોલમાં કોઈ પણ પ્રકારના દબાણ વગર બોલ કલેક્ટ કર્યો હતોઅંતિમ બોલ પહેલા પોતાની ભાવના વિશે વાત કરતા બટલરે કહ્યું હતું કે, તમે બહારથી મેચ જોતા હોઉં તો તમને એમ લાગતું હશે કે બધા ખેલાડીઓ કેટલા સ્ટ્રેસમાં હશે. પરંતુ ક્રિકેટર તરીકે અમને આ ક્ષણ સૌથી વધુ ગમતી હોય છે. જયારે બધું અમારા કંટ્રોલમાં હોય છે. અમે આ બધું પહેલી વાર કરતા હોઈએ તેમ નથી. ફાઇનલ હોઈ તો શું થયું? મારે હજી પણ એજ રીતે બોલ કલેક્ટ કરીને સ્ટમ્પ ઉડાડવાના હોઈ છે.જેસન રોયે થ્રો પીક કર્યો ત્યારે મારા મનમાં કોઈ વિચાર ન હતો કે તે મિસફિલ્ડ કરશે. તેણે થ્રો કર્યો અને મેં બોલ કલેક્ટ કરીને સ્ટમ્પ ઉડાવ્યું. આખી પ્રોસેસ દરમિયાન કોઈ વિચાર આવ્યો ન હતો. હું પિચ પર થોડો આગળ આવ્યો હતો, મને ખબર હતી કે હું બોલને બરોબર કલેક્ટ કરું તો મારી પાસે તેને આઉટ કરવા પૂરતો સમય હશે. જો મને ખબર હોત કે ગુપ્ટિલ નજીક હશે તો કદાચ હું આટલી સરળતાથી રનઆઉટ કરી શક્યો ન હોત.હંમેશા વિચારીશ કે, આવું થયું હતું: જેવા મેં સ્ટમ્પ ઉડાવ્યા મને ખબર હતી કે અમે વર્લ્ડ ચેમ્પિયન બની ગયા છીએ. મારા બંને ગ્લવ્સ નીકળી ગયા હતા અને કેપ હવામાં હતી. હું દોડી રહ્યો હતો. મારી સામેથી મોઇન અલી વિમાનમાં પસાર થયો હોય તેમ લાગ્યું હતું અને બહુ દૂર ક્યાંક જોફ્રા આર્ચર ઝમીંન ઉપર પડ્યો હતો. તે લાગણી બધું વ્યક્ત કરાવી દે છે. તે ક્ષણ 20 સેકેંડ ચાલી હશે, પરંતુ મારા ક્રિકેટિંગ કરિયરની હંમેશા માટેની બેસ્ટ મોમેન્ટ રહેશે. હું 28 વર્ષનો છું અને ભલેને કેટલું પણ ક્રિકેટ રમું, તે દિવસને યાદ કરીશ અને વિચારીશ: 'આવું થયું હતું

Download Our B K News Today App



Related News