જેની લોહી નિંગળતી તસવીરે સમગ્ર દેશમાં ચર્ચા જગાવી એ JNU સ્ટુડન્ટ યુનિયનની પ્રેસિડેન્ટ આઈશી ઘોષ કોણ છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 17:54:02
  • Views : 513
  • Modified Date : 2020-01-06 17:54:02

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે સાંજે થયેલા હોબાળા અને તોફાનમાં JNU વિદ્યાર્થીસંઘની અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રીતે ઘવાઈ છે. માથામાં લોહી નીંગળતી આઈશીની તસવીરો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 2019ના ઈલેક્શનમાં સૌથી વધારે 2313 વોટ અને 4 બેઠકો પર કબ્જો કરનારી આઈશી ઘોષ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા સંગઠનમાંથી 13 વર્ષ બાદ અધ્યક્ષ બનનારી છોકરી છે અને દૃઢતા, મક્કમતા અને ખાસ તો લડાયક નેતૃત્વ માટે વિદ્યાર્થીઓમાં ભારે લોકપ્રિય છે.

કોણ છે આઈશી ઘોષ?
આઈશી ઘોષ ઝારખંડના ધનબાદની રહેવાસી છે. પ્રાથમિક શિક્ષણ બાદ તેણે દુર્ગાપુરની ડીએવી મોડલ પબ્લિક સ્કૂલમાં એડમિશન લીધું અભ્યાસમાં અવ્વલ રહેનારી આઈશી ઘોષ પોતાની તેજસ્વીતાને કારણે ઘણા બધા પુરસ્કારો મેળવી ચુકી છે. ત્યારબાદ તેણે ઉચ્ચ શિક્ષણ માટે 2013માં દિલ્હી વિશ્વવિદ્યાલયની દૌલતરામ કોલેજમાં એડમિશન લીધું હતું. 2017માં આઈશીએ JNUમાં એમફીલમાં એડમિશન લીધું, ત્યારબાદ વિદ્યાર્થીસંઘની પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે રસ પડવા લાગ્યો હતો.

કેવી રીતે સ્ટુડન્ટ પોલિટિક્સમાં જોડાઈ?
2019ની ચૂંટણીમાં સંયુક્ત વામપંથી મોર્ચાએ આઈશીને ઉમેદવાર તરીકે ઉતારી જેમાં આઈશીએ ચાર બેઠક પર કબ્જો મેળવ્યો હતો. આઈશી વર્ષ 2019માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ હતી.. ઈલેક્શનમાં આઈશીને 2313 વોટ મળ્યા હતા.આઈશી ઘોષ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલી છે. 13 વર્ષ બાદ આ સંગઠનમાંથી કેમ્પસમાં કોઈ અધ્યક્ષ ચૂંટાયું છે. આઈશીએ સ્ટુડન્ટ પોલિટિક્સમાં એક સક્રિય નેતા તરીકેની પોતાની આગવી છાપ ઊભી કરી છે. આ આખા આંદોલનમાં તેને તેના પરિવારનો સહયોગ પણ મળી રહ્યો છે.

કેવા મુદ્દાઓ ઉઠાવ્યા ?

  • આયુશી ઘોષ યુનિવર્સિટીના તંત્ર તરફથી વિદ્યાર્થીઓના હિત અંગે લેવાયેલા કોઈ પણ નિર્ણયમાં કોઈ ખામી હોય તો તે તરત વિરોધ કરે છે. વર્ષ 2019માં MBAની ફી 12 લાખ રૂપિયા સુધી વધી ગઈ હતી આ અંગે આઈશીએ ભૂખ હડતાળ કરી હતી. ત્યારબાદ હાલત લથડતા તબીબી સલાહથી આ હડતાળ સમેટી લેવાઈ હતી.
  • આઈશીએ નવા વિદ્યાર્થીસંઘ અધ્યક્ષ તરીકે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને રીડિંગ રૂમનો મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. એ કહેતી હતી કે JNUની પોતાની સંસ્કૃતિ છે, આજે JNUમાં મારા જેવા નાના શહેરમાંથી આવેલી એક છોકરી પ્રેસીડેન્ટ બની શકી છે એ જ આ કેમ્પસની વિશેષતા દર્શાવે છે.
  • વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ બન્યા બાદ જ્યારે JNU પ્રશાસને ઈન્ટર હોસ્ટેલ મેન્યુઅલમાં હોસ્ટેલની ફી વધારીને ડ્રેસ કોડ જેવા નિયમ બનાવ્યા તો આઈશીએ તેનો પુરજોશમાં વિરોધ કર્યો હતો. જેના તરત પછી કેમ્પસમાં ફી વધારા અને નવા હોસ્ટેલ મેન્યુએલ અંગે આંદોલન કરાયું હતું.
  • આઈશીએ ફી વધારાના મુદ્દે 11 નેવમ્બરે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહના દિવસે દેખાવો કર્યા હતા. આ દેખાવમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારબાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ ફી વધારા અંગેની કમિટિ બનાવી હતી.

તાજેતરમાં આઈશી પર હુમલો થયો હતો
આઈશી ઘોષે સોમવારે કહ્યું કે , તેમણે યુનિવર્સિટીમાં હિંસા થયાના થોડા સમય પહેલા પોલીસને જણાવ્યું હતું કે, થોડા અજાણ્યા લોકો કેમ્પસમાં આવી રહ્યા છે, પણ પોલીસે એ વાતને ગંભીરતાથી લીધી ન હતી.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે રવિવારે બપોરે લગભગ 2.30 વાગ્યે પોલીસે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં અજાણ્યા લોકો કેમ્પસમાં આવી ગયા હતા, અમે સુરક્ષિત નથી.

Download Our B K News Today App



Related News