જીવાણા ગામે ખેતરમાં ચાલવા બાબતે ઠપકો આપતાં મારમાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 16:27:46
  • Views : 494
  • Modified Date : 2020-08-10 16:27:46

   ધાનેરા તાલુકાના જીવાણા ગામે રહેતા વિરમાભાઇ ચેલાભાઇ પટેલ તથા તેમના પુત્ર કિરણભાઇ પોતાના વેકરીયા નામના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે ગામના શંકરભાઇ ઉકાભાઇ પટેલ તથા શિવાભાઇ શંકરભાઇ પટેલ બન્ને હાથમાં લાકડી લઇને ગામમાં તેમના ખેતરમાંથી નિકળતા વિરમાભાઇ પટેલે કહેલ કે અમારા ખેતરમાં કોઇ રાહદારી રસ્તો નથી તો નિકળો છો તમે જે રાહદારી રસ્તો હોય ત્યાંથી નિકળો તેમ કહેતા તેઓએ ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને હાથમાં રહેલ લાકડી કિરણભાઇને મારી હતી. જેથી વિરમાભાઇ વચ્ચે પડતા તેમને પણ મારી હતી.તેવામાં લક્ષ્મણભાઇ શંકરભાઇ પટેલ તથા દશરથભાઇ રામજીભાઇ પટેલ દોડી આવેલ અને તેઓએ પણ વિરમાભાઇને ગડદાપાટુનો માર મારતાં બુમાબુમ કરતાં પાડોશીઓ દોડી આવી અને તેમને મારમાંથી છોડાવી પ્રાઇવેટ વાહન મારફત ખાનગી દવાખાનામાં સારવાર માટે મોકલ્યા હતા.આમ કિરણભાઇ વિરમાભાઇએ શંકરભાઇ ઉકાભાઇ પટેલ, શિવાભાઇ શંકરભાઇ પટેલ, લક્ષ્મણભાઇ શંકરભાઇ પટેલ અને દશરથભાઇ રામજીભાઇ પટેલ (તમામ રહે.જીવાણા) સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News