સાવધાન! Jio GigaFiber માટે આવી રહ્યા છે ફેક ઇમેલ, થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-29 17:37:24
  • Views : 549
  • Modified Date : 2019-08-29 17:37:24

ટ્વિટર પર એક વેરિફાઇડ એકાઉન્ટ ટ્વીટથી જાણી શકાય છે કે, લોકો પાસે કેટલાક ઇમેલ આવી રહ્યા છે જેમાં લોકોને Jio GigaFiber ના નામથી ઇમેલ કરવામાં આવી રહ્યા છે અને તેમની પાસે એક ફોર્મ ભરાવી બેંક એકાઉન્ટની ડિટેઇલ માંગવામાં આવી રહી છે. સાઇબર પીસ કોર્પ્સ નામના ગ્રુપે આ ઇમેલ સ્કેમ બાબતે લોકોને સાવચેત કરવા માટે જણાવ્યું છે. ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં  Jio GigaFiber એક્ટિવેશન રિક્વેસ્ટ રીસિવ્ડ મેસેજ જોવા મળે છે. આ સાથે જ ક્લિક બટન પણ આપવામાં આવ્યુ છે. યૂઝર્સની આવી સાઇટથી સાવધાન રહેવા જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, Jio તરફથી યૂઝર્સ પાસે કોઇ પણ સંજોગોમાં બેંક ડિટેઇલ માંગવામાં આવતી નથી. 

આ રીતે લો કનેક્શન:

- Jio GigaFiber ના રજિસ્ટ્રેશન માટે તમારે Jio.com પર વિઝિટ કરવાનું રહેશે. 

-પહેલા પેજ પર તમને એડ્રેસની ડિટેલ આપવી પડશે જ્યાં તમે Jio GigaFiber નું ક્નેક્શન લેવા માંગો છો.

- એડ્રેસ ડિટેલ પછી તમારે નામ, મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી એન્ટર કરવો પડશે. આમ કરવાથી તમારા નંબર પર OTP આવશે.

- આ OTP ને સબમિટ કરો. આ કર્યા પછી તમારી Jio GigaFiber ના રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થઇ જશે. આ પછી થોડા સમયમાં તમને એક મેસેજ આવશે જેમાં તમારા વિસ્તારમાં Jio GigaFiber ના કનેક્શન આપવાની શરૂઆત થશે કંપનીના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તમારી પાસે આવીને કોલ કરશે. 

- Jio GigaFiber નું કનેક્શન લેવા માટે તમારે એડ્રેસ અને આઇડેન્ડેટી પ્રૂફ દેખાડવુ પડશે. આ માટે  આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો. 

Download Our B K News Today App



Related News