ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ ગુમાવ્યો:
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2024-11-17 19:03:09
- Views : 211
- Modified Date : 2024-11-17 19:03:09
ગત પાંચમી નવેમ્બરના રોજ અમેરિકાની
ચૂંટણીના પરિણામો જાહેર થતાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પનો વિજય થતાં
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને નવાં પ્રમુખની વેપાર અને વેરાની નીતિઓ
ફુગાવાલક્ષી હોવાની શક્યતા પ્રબળ બનતા ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની
યિલ્ડમાં ઉછાળો આવ્યો હતો. તેમ જ ફુગાવાલક્ષી નીતિને કારણે ફુગાવામાં અપેક્ષિત
વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં
ધીમું વલણ અખત્યાર કરે તેમ જણાતા સોનાએ ચળકાટ ગુમાવ્યો હતો.ગત સપ્તાહે ડૉલર
ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેતાં સાપ્તાહિક ધોરણે એક મહિનાનો સૌથી મોટો ઉછાળો
જોવા મળ્યો હતો. ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ
વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા દિવસના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૬૧.૨૧
ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૬૬.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ
રહ્યા હતા. તેમજ વૈશ્ર્વિક સોનાના હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ વર્ષનો સૌથી
મોટો ચાર ટકાથી વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.આમ વૈશ્ર્વિક નિરુત્સાહી
અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ગાબડાં પડ્યા હતા. જોકે, ગત સપ્તાહના અંતે શુક્રવારે ગુરુ નાનક જયંતીની
જાહેર રજાને કારણે સ્થાનિકમાં કામકાજના માત્ર ચાર સત્રમાં જ ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ
સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૪૩નો અથવા તો ૪.૭ ટકા જેટલો
કડાકો બોલાઈ ગયો હતો.ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી
અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ભાવ આગલા
સપ્તાહના અંત અથવા તો ગત આઠમી નવેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭,૩૮૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૭૭,૦૨૭ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં
ખૂલતી જ રૂ. ૭૭,૦૨૭ની સપાટી અને નીચામાં રૂ. ૭૩,૭૩૯ની સપાટીએ જ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ
દરમિયાન ૪.૭ ટકા અથવા તો રૂ. ૩૬૪૩નો ઘટાડો નોંધાયો હતો.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે
કે ગત શુક્રવારે સરકારે સોનાની ડ્યૂટી માટે બૅન્ચમાર્ક ગણાતા ભાવ અથવા તો ટેરિફ
વૅલ્યુ જે અગાઉ ૧૦ ગ્રામદીઠ ૮૯૧ ડૉલર હતી તે ઘટાડીને ૮૩૭ નિર્ધારિત કરતાં હવે
સોનાની અસરકારક જકાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. એકંદરે દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારો દરમિયાન ભાવ ઊંચી
સપાટીએ રહ્યા હોવાથી અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો, પરંતુ હવે લગ્નસરાની મોસમ શરૂ થવાની સાથે
સોનાના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહેતાં ગત સપ્તાહે દેશમાં ઘરાકીનો સળવળાટ જોવા
મળતાં ડીલરો સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૬ ડૉલર
પ્રીમિયમમાં ઓફર કરી રહ્યાના અહેવાલ હતા, આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ત્રણ ડૉલર
પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા.હૈદરાબાદ સ્થિત એક જવેલરે જણાવ્યું હતું કે હજુ
ઘણાં ગ્રાહકો ભાવમાં વધુ ઘટાડાની રાહ જોઈને બેઠા છે અને જો ભાવમાં વધુ ઘટાડો આગળ
ધપશે તો નિ:શંકપણે લગ્નસરાની મોસમમાં વૉલ્યુમમાં પણ વૃદ્ધિ જોવા મળશે. વધુમાં
મુંબઈ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે ગત દશેરા, ધનતેરસ અને દિવાળીની માગ પશ્ર્ચાત્ હવે જ્વેલરો
પણ નવો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર
દેશ ચીન ખાતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ઊંચા વ્યાજદરને ધ્યાનમાં લેતા
સોનામાં માગ શુષ્ક રહેતા ચીનમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની તુલનામાં ઔંસદીઠ
૧૦થી ૧૩ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું હૉંગકૉંગ સ્થિત વિન્ગ
ફંગ પ્રીસિયસ મેટલ્સના ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે જણાવ્યું હતું.ગત સપ્તાહે
અમેરિકાનાં ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષાનુસાર વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ત્રણ મહિનાના કોર ઈન્ડેક્સમાં અપેક્ષાથી
વધુ વૃદ્ધિ જોવા મળી હતી. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની
નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી. તેમ છતાં
સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડકક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેવાની
સાથે ટ્રમ્પના શાસનકાળમાં ફુગાવાલક્ષી નીતિ જોવા મળતા અમેરિકી ફેડરલ રિઝર્વ
વ્યાજદરમાં ઘટાડાની ગતિ મંદ પાડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનામાં
ટ્રેડરો અને રોકાણકારોની વેચવાલીનું દબાણ પ્રબળ રહ્યું હોવાથી ભાવમાં સાપ્તાહિક
ધોરણે ચાર ટકા કરતાં વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એસએમસી
ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું.જોકે, હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ
દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૪૬૦થી ૨૫૯૦ આસપાસની રેન્જમાં અથડાતા રહેવાની
અને સ્થિનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૨૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની અને રૂ. ૭૪,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર
થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકાના રિટેલ
વેચાણના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ વધી
આવવાની સાથે હવે તમામ ટૂંકાગાળાની અનિશ્ર્ચિતતાનો અંત આવતા સોનાના ભાવ દબાણ હેઠળ
આવ્યા છે અને હવે સોનાના ભાવમાં વધઘટ મૂળભૂત પરિબળોને આધિન જોવા મળશે, એમ એલિગિયન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર
એલેક્સ એબકરિમે જણાવ્યું હતું. જોકે, અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે નવાં અમેરિકી
પ્રમુખની નીતિઓ ફુગાવાલક્ષી રહેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી
પાડશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 9
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 35
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 168
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 153
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 74
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 81
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 78
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 67
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 70
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 69
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 67
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 61
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 75
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 107
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 59
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54



