નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા માલામાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-26 18:50:16
  • Views : 270
  • Modified Date : 2024-11-26 18:50:16

એક નાની કંપની નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સના શેર રોકેટની ઝડપે ઉડી રહ્યા છે. મંગળવારે કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે રૂ. 48.40 પર પહોંચ્યો હતો. સોમવારે પણ નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેરની કિંમત 6 દિવસમાં બમણી થઈ ગઈ છે. 18 નવેમ્બર 2024 ના રોજ નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ શેરબજારમાં પ્રવેશી હતી. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ રૂ. 24 હતો. મંગળવારે કંપનીનો શેર 48 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે.નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સનો IPO 8 નવેમ્બર 2024 ના રોજ ખુલ્યો અને 12 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો. IPOમાં કંપનીના શેરની કિંમત રૂ. 24 હતી. કંપનીના શેર 18 નવેમ્બરે માર્કેટમાં આવ્યા હતા. નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સના શેર રૂ. 40.05ના ભાવે બજારમાં લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર રૂ. 38.05 પર બંધ થયા હતા.26 નવેમ્બરે કંપનીનો શેર રૂ.48.40 પર પહોંચ્યો હતો. 24 રૂપિયાની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં કંપનીના શેર માત્ર 6 દિવસમાં 100%થી વધુ ઉછળ્યા છે. નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સનો IPO કુલ 91.97 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 57.82 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે, બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) કેટેગરીમાં, 273.47 વખત બેટ્સ મૂકવામાં આવ્યા હતા.કંપનીના IPOમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો ક્વોટા 15.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPOના એક લોટમાં 6000 શેર હતા. એટલે કે રિટેલ રોકાણકારોએ કંપનીના IPOમાં 1.44 લાખ રૂપિયાનું રોકાણ કરવાના હતા.

 

Download Our B K News Today App



Related News