દિયોદર પ્રગતિનગર મધ્યે જિનાલયની સાલગીરી ઉજવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 12:01:59
  • Views : 552
  • Modified Date : 2019-06-02 12:01:59

દિયોદર નગરે પ્રગતિનગર સોસાયટી મધ્યે શ્રી પ્રગતિનગર જૈન ટ્રસ્ટના ઉપક્રમે શ્રી આદિનાથ જિનાલયની ૮મી સાલગીરીની ભવ્ય ઉજવણી ડહેલાના સમૂદાયના પૂ.આ.શ્રી યશોભદ્રસુરીશ્વરજી મ.સા. તથા પૂ.આ.શ્રી પિયુષભદ્રસુરિશ્વરજી મ.સા.ની પાવનનિશ્રામાં વૈશાખ વદ-૧૧ તા.૩૦/પ/ર૦૧૯ના રોજ કરવામાં આવેલ. તા.૩૦ ના રોજસાલગીરીના દિને સુપ્રભાતે બહેનો દ્વારા પ્રભાતીયાં ગવાયેલ. બાદમાં સ્નાત્રપૂજા બાદ અઢાર અભિષેક યોજાયેલ. જેનો લાભ સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ સરદારપુરા(ર.) પરિવારે લીધેલ. સૌએ સાથે મળી પરમાત્માના અભિષેક કરેલ. બાદમાં પૂ.સા.શ્રી હર્ષકાંતાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા પૂ.સા.શ્રી જિનયશાશ્રીજી મ.સા.ની વડીદીક્ષા યોજાયેલ. આ પ્રસંગે પૂ.સાધ્વી ભગવંતના સંસારી પરિવારજનો કુવાળા નિવાસી રોળીયા સુરેશકુમાર રમણિકલાલ પરિવારજનો આદિ ઉપÂસ્થત રહેલ. સાધ્વી ભગવંતના માતા-પિતાનું પ્રગતિનગર જૈનટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ શાહ (લાટીવાળા) તથા આદિ સદસ્યો  દ્વારા શ્રીફળ-તીલક- શાલ ઓઢાડી બહુમાન કરાયેલ. ત્યારબાદ ધ્વજારોહણના લાભાર્થી શેઠ કાંતાબેન બાલચંદભાઈ પરિવારને ત્યાં પૂજ્ય ગુરૂભગવંતોએ સકલ સંઘ સાથે પગલાં કરેલ. પૂજ્ય ગુરૂભગવંતે માંગલિક પ્રવચન આપેલ.તેમજ પરિવારે પૂજ્યશ્રીના કેસર પગલાં કરાવેલ.પરિવાર દ્વારા રૂ.૮૮૦૦/-નો જીવદયામાં લાભ લીધેલ. ત્યારબાદ સૌ વાજતે-ગાજતે ધજાઓ લઈ જિનાલય પહોંચેલ. ત્યારબાદ સત્તરભેદી પૂજા ભણાવવામાં આવેલ. જેનો લાભ દોશી શાંતિલાલ રીખવચંદભાઈ પરિવારે લીધેલ. શુભ મૂહુર્ત પૂજ્યના મંગલાચરણ સાથે તેમજ પૂ.આ.શ્રી યશોભદ્રસુરીશ્વરજીમ.સા. તથા પૂ.આ.શ્રી પિયુષભદ્રસુરીશ્વરજી મ.સા. તથા પૂ.સા.શ્રી મુગલોચનાશ્રીજી મ.સા.આદિએ વાસક્ષેપ મુકેલ. ત્યારબાદ લાભાર્થી પરિવારે ધ્વજારોહણ મંત્રોચ્ચાર વચ્ચે કરેલ. મૂળનાયક આદિનાથ ધ્વજાનો લાભ શેઠ કાન્તાબેન બાલચંદભાઈ પરિવાર તથા ગુરૂ મહારાજનો ધ્વજરોહણના કાયમી લાભાર્થી દોશી હિરાલાલ સેવંતીલાલ પરિવાર કુવાળાએ તથા પદમાવતી માતાજીની ધ્વજાનો લાભ મહેતા ભીખીબેન રીખવચંદભાઈ પરિવાર (નવા)એ લીધેલ. શ્રી માણીભદ્રવીદ દાદાની ધ્વજાને ચડાવવાનો લાભ દોશી જયંતિલાલ બાપુલાલ પરિવારે લીધેલ. વિધિવિધાન પંડીતવર્ય મિતેશભાઈ ફોફાણીએ કરાવેલ. જ્યારે સંગીતની રમઝટ દશરથભાઈ જાષીએ મચાવેલ.  ત્યારબાદ આવતા વર્ષની નવમી સાલગીરીની મુળધજાનો ચડાવો યોજાયેલ. જેનો લાભ સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ પરિવાર સરદારપુરા (ર.) એ લીધેલ. તેમજ પદમાવતી માતાજીની ધજાનો લાભ શાહ પ્રભાવતીબેન કિર્તીલાલ (લાટીવાળા) પરિવારે લીધેલ. આ પ્રસંગે વિવિધ ભાગ્યશાળી પરિવાર દ્વારા રૂ.૩૦/-નું સંઘપૂજન થયેલ. શ્રી પ્રગતિનગર જૈનટ્રસ્ટ દ્વારા દેવડાની પ્રભાવના થયેલ. આઠમી સાલગીરીમાં સૌ પ્રથમવાર આચાર્ય ભગવંતોની નિશ્રા મળતાં સૌ પ્રગતિનગર વાસીઓમાં ભારે ઉત્સાહ હતો. સવારે નવકારશી યોજાયેલ જેનો લાભ દોશી શાંતિલાલ રીખવચંદભાઈ પરિવાર તથા મહેતા વિનોદલાલ રીખવચંદ પરિવારે લાભ લીધેલ. તેમજ બપોરે સ્વામી વાત્સલ્યનો લાભ શેઠ કાંતાબેન બાલચંદભાઈ સરદારપુરા(ર.) પરિવારે લીધેલ. તેમજ સાંજના જમણનો લાભ શાહ તારાબેન કાંતિલાલ પરિવાર (પાદર) તથા ફોફાણી મહેન્દ્રભાઈ નટવરલાલ પરિવારે લીધેલ. અન્ય દાતા પરિવારોએ સુંદર લાભ લીધેલ. જય જિનેન્દ્રનો લાભ ભોટાણી મથુબેન ફોજાલાલ પરિવારે લીધેલ. પ્રગતિનગર વાસીઓએ ભારે આનંદ ઉલ્લાસ સાથે દાદાની આઠમી સાલગીરીની ઉજવણી કરેલ. પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થયેલ. 



Download Our B K News Today App



Related News