જિલ્લાની 16 ખિલખિલાટ વાને 14745 સગર્ભાને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 10:56:47
  • Views : 396
  • Modified Date : 2020-03-17 10:56:47

સગર્ભામાતાઓ અને શિશુઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવી સારવાર અપાવી ઘરે પહોંચાડવા દોડતી 16 ખિલખિલાટ વાનોએ એક વર્ષમાં 34450ને સેવા પૂરી પાડી આશીર્વાદરૂપ બની છે.જોકે જિલ્લામાં દોડતી વાનમાં વધુ 3 વાનનો ઉમેરો કરાતા હવે જિલ્લામાં 19 વાન દોડતી થઇ છે. સગર્ભા માતાઓને ડિલિવરી સમયે તેમજ ડિલિવરી બાદ શિશુ અને માતાને સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવા અને સારવાર અપાવ્યા બાદ પરત ઘરે મૂકી જવા ખિલખિલાટ 16 વાન ફાળવાઇ હતી. વર્ષ 2019 દરમ્યાન 14745 સગર્ભાઓને ચેકઅપ અર્થે હોસ્પિટલ અને તે બાદ ઘરે પહોચાડી જ્યારે 11376 શિશુઓને રસીકરણ કે ચેકઅપ અર્થે અને 5980 મહીલાઓને ડીલેવરી સમયે જ્યારે 1260 માતાઓને ડીલેવરી બાદ ચેકઅપ માટે હોસ્પિટલ અને તે બાદ ઘરે પહોચાડી કુલ જિલ્લામા 34450 સગર્ભા માતાઓ સહિત શિશુઓને સારવાર તેમજ ચેકઅપ અર્થે હોસ્પિટલમાં ખસેડી સારવાર બાદ પરત ઘરે પહોંચાડ્યા હતા.આ અંગે જીવીકે ઇએમઆરઆઇના પ્રોગ્રામ મેનેજર કમલેશકુમાર પઢિયારે જણાવ્યું હતું કે જિલ્લામાં દોડતી 16 વાનો કેટલાક વિસ્તારોમાં પહોંચી ન શકતા સોમવારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુ 3 ખિલખિલાટ વાનોને લીલી ઝંડી આપતા હવે જિલ્લામાં 19 ખિલખિલાટ વાન માતા મૃત્યુદર અને બાળ મરણ મૃત્યુદર ઘટાડવા દોડતી થઇ છે.

Download Our B K News Today App



Related News