જિલ્લામાં વધુ 12 લોકો કોરોનાની ઝપટમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 10:58:58
  • Views : 2022
  • Modified Date : 2020-07-14 10:58:58

 જિલ્લામાં સોમવારે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં કોરોનાનો આંક 422 એ પહોંચ્યો છે. પાલનપુરના 4, ડીસાના 5 તો શિહોરીના 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં  દિવસેને દિવસે વધતા જતા કોરોના કહેરને લઇ  સોમવારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ભવિષ્યની સ્થિતીને પહોચી વળવા તંત્રને એલર્ટ રહેવા કહ્યું હતુ. જિલ્લામાં કોરોનાએ રવિવારે ચાર સતક પુરી કર્યા બાદ આંક 410એ પહોંચ્યો છે. ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોના સંદર્ભે સોમવારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાલનપુર પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લાની કોરોના સ્થિતિ જાણી હતી. જો કે સચિવએ ભવિષ્યની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા વહિવટી તંત્રને એલર્ટ રહેવા સૂચનો સહીત કન્ટેઇનમેન્ટઝોન જાહેર કરાયા છે તેવા વિસ્તારો, શહેરો, ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી શંકાસ્પદ દર્દી જણાય તો સારવાર કરાવવા તેમજ માસ્ક ન પહેરનાર તેમજ જાહેરમાં થુકનારને દંડ ફટકારી કાર્યવાહી કરવા તેમજ કોરોના દર્દીઓના મૃત્યુ દર ઘટાડવા તમામ પ્રયાસો હાથ ધરવા સૂચનો કર્યા હતા. જો કે સોમવારે જિલ્લામાં વધુ 12 લોકો કોરોના પોઝિટિવમાં સપડાયા છે. જેમાં પાલનપુર શહેરના 3 જ્યારે પાલનપુરના માલણ ગામનો એક વ્યક્તિ, ડીસાના 4 તો જુના ડીસાનો એક વ્યક્તિ જ્યારે શિહોરીમાં બે લોકોના રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવતા જિલ્લાનો પોઝિટિવ આંક 422એ પહોંચી ગયો છે. ત્યારે સ્થાનિક આરોગ્ય તંત્રની ટીમો દ્વારા પોઝિટિવ આવેલા દર્દીઓના ઘરે પહોંચી તેમના પરિવારની પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ધારપુર સિવિલમાં કોરોનાના દર્દીઓને વાયરસની અસર ઘટાડવા માટેના ઇન્જેક્સનના અભાવે જારૂષા ગામના પૂર્વ સરપંચનું મોત મોત થયું હતું.ભવિષ્યની કોરોના સ્થિતીને પહોંચી વળવા પાલનપુર અને ડીસામાં મહાજન સહીતની વિવિધ હોસ્પિટલોમાં 274 બેડની સુવિધા સાથે 187 આઇસોલેશન, 47 આઇસોલેશન આઇસીયુ અને 12 વેન્ટિલેટરની સુવિધાની તૈયારીઓ ચાલી રહી છે.જિલ્લામાં ઓવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાંના 21 લોકો મોતને ભેટ્યા છે. તો 244 દર્દીઓ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરી દેવાયા છે.

Download Our B K News Today App



Related News