જિલ્લામાં કોરોનાના વધુ 15 કેસ, હોટસ્પોટ પાલનપુરમાં 12

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 10:42:34
  • Views : 1642
  • Modified Date : 2020-07-09 10:42:34

જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે બુધવારે જિલ્લામાં વધુ 15 લોકો કોરોના પોઝિટિવમાં સપડાતા જિલ્લાનો કોરોના પોઝિટિવ આંક 349 એ પહોંચી ગયો છે. હોટસ્પોટ ગણાતા પાલનપુરમાં એક જ દિવસમાં 15 કેસ નોંધાતા લોકો ફફડી ઉઠ્યા છે.જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક કુદકેને ભૂસકે વધતો જઈ રહ્યો છે. જિલ્લામાં લોકડાઉન દરમિયાન સૌથી વધુ ડીસા શહેરમાંથી જ સંક્રમિત લોકો બહાર આવ્યા હતા. પરંતુ અનલોક સુધી જ્યાં એક પણ કેસ ન હતો તેવા પાલનપુર શહેરમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ સંક્રમણ વધતા ચિંતા વ્યાપી છે. ત્યારે જિલ્લામાં બુધવારે પણ કોરોનાના 15 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુર શહેરમાં 10 તો તાલુકાના કાણોદર અને નળાસરમાં 1-1 કેસ જ્યારે ડીસા 1, ધાનેરા 1 તેમજ વાવમાં પણ 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના ઘરે પહોંચી લોકોની પ્રાથમિક તપાસ તેમજ ઘર આસપાસના વિસ્તારને ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ રહી છે.દિયોદરમાં કોરોનાના 43 રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ડીસામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થતાં તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. ત્યારે  જીલ્લા કલેકટરે બુધવારે ડીસાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલા શિવનગરમાં રહેતા સોની પરિવારમાં પિતાનું કોરોના પોઝિટિવ માં મૃત્યુ થયા બાદ માતા, પુત્ર, પુત્રવધુ સહીત બે પૌત્રના કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલનપુર સિવિલમાં સેમ્પલ લીધા બાદ શંકાસ્પદ દર્દીઓને વોર્ડમાં એડમિટ કરી દેવાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિવિલ હોસ્પિટલના આ વોર્ડમાં કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓનો મોટા પ્રમાણમાં જમાવડો થઈ ગયો છે. 

કોરોના પોઝિટિવ દર્દીઓ
1.અલ્કેશકુમાર સી સોની(ઉ.35)(રહે.પાલનપુર)
2.ઉર્મીલાબેન પરષોત્તમભાઇ સોની (ઉં.68) (રહે.પાલનપુર)
3.જીગ્નેશભાઇ પરષોત્તમભાઇ સોની(ઉ.53)(રહે.પાલનપુર)
4.ભારતીબેન જીગ્નેશભાઇ સોની(ઉ.48)(રહે.પાલનપુર)
5.કેયા જીગ્નેશભાઇ સોની (ઉ.21)(રહે.પાલનપુર)
6.દર્શીલ જીગેન્શભાઇ સોની(ઉ.26)(રહે.પાલનપુર)
7.મનુભાઇ હીરાભાઇ પ્રજાપતિ(ઉ.વ.51)(રહે.પાલનપુર)
8.નિતાબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ(ઉ.53)(રહે.પાલનપુર)
9.દીપ્તીબેન દીપલભાઇ પ્રજાપતિ(ઉ.37)(રહે.પાલનપુર)
10.વાલજીભાઇ નાગરભાઇ પટેલ(ઉ.60)(રહે.પાલનપુર)
11.રૂબાબેન આતિફઅલી થરાદરા(ઉ.49)(રહે.કાણોદર,પાલનપુર)
12.લક્ષ્મણભાઇ કરશનજી પરમાર(ઉ.વ.36)(રહે.નળાસર,પાલનપુર)
13.કલાબેન કિશોરભાઇ ઠક્કર(ઉ.38)(રહે.ડીસા)
14.શાંતાબેન નટવરલાલ ઠક્કર(ઉ.65)(રહે.ધાનેરા)
15.મહેશભાઇ સવજીભાઇ માળી(ઉ.વ.31)(રહે.વાવ)

Download Our B K News Today App



Related News