ઓનલાઈન મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોરોના અંગે ચર્ચા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 11:14:34
  • Views : 1542
  • Modified Date : 2020-07-07 11:14:34

 બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની પહેલીવાર ઓનલાઇન મળી હતી. સંક્રમણના પગલે વિડીયો કોંફરન્સના માધ્યમથી જુદી જુદી તાલુકા પંચાયત કચેરીઓના વિડિઓ કોંફરન્સ રૂમનો ઉપયોગ કરીને બેઠક બપોરે એક વાગ્યે યોજવામાં આવી હતી. જે બેઠકમાં કોરોના વાયરસની કામગીરી ચર્ચામાં રહી હતી.જિલ્લા પંચાયતના સભ્યોએ આઉટ સોર્સિંગ ભરતી, ગામ તળ પ્લોટ, મનરેગામાં ચુકવણું, કર્મચારીઓની બદલી બઢતીના સોશિયલ ડિસ્ટન્સના લીધે ઓનલાઇન પ્રશ્નો પૂછ્યા હતા.જોકે પહેલીવાર થયેલા અનુભવના પગલે કેટલાક તાલુકાઓમાં સભ્યો અલગ અનુભવ દર્શાવ્યો હતો. મળેલી સાધારણ સભાની બેઠકમાં કારોબારી સમિતીની જુદી જુદી ચાર બેઠકના ઠરાવ, સામાજિક ન્યાય સમિતિના ત્રણ બેઠકોનો ઠરાવ, શિક્ષણ સમિતિ જાહેર આરોગ્ય સમિતિ જાહેર બાંધકામ સમિતિ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના કાર્યવાહી નોંધ મંજૂર કરવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News