અડવાણીથી લઈ દાઉદના કેસ લડનારા રામ જેઠમલાણીનું નિધન, PM મોદી વ્યક્ત કર્યો શોક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 13:17:40
  • Views : 453
  • Modified Date : 2019-09-08 13:17:40

દેશના જાણીતા વકીલ તેમજ ભૂતપોર્વ કાયદામંત્રી રામ જેઠમલાણીનું 95 વર્ષની વય્યે નિધન થયું હતું. ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી બીમાર હતાં.રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બરના રોજ સિંધના શિકારપુર (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો. 13 વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 17 વર્ષની વયે તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી. પોતાની શાનદાર કેરિયરમાં રામ જેઠમલાણીએ અનેક હાઈપ્રોફાઈલ કેસ લડ્યા હતાં. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના હત્યારાઓ માટે કેસ લડ્યો હતો. અટલ સરકારમાં જૂન 1999થી જુલાઈ 2000 સુધી તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી રહ્યાં હતાં.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હ્તું કે, રામ જેઠમલાણીજીની સૌથી મહત્વની બાબતોમાંની એક હતી મનની વાત કહી દેવાની. તેઓ કોઈ જ ડર વગર કહેતા હતાં. ઈમરજન્સીના કાળા દિવસોમાં તેમનીએ સ્વતંત્રતા અને સાર્વજનિક સ્વતંત્રતા માટેની લડાઈ માટે પણ યાદ રાખવામાં આવશે. જરૂરીયતવાળાઓની મદદ કરવી તે તેમના વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ હતું.વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું હતું કે – હું પોતાને સૌભાગ્યશાળી માનું છું કે મને રામ જેઠમલાણી સાથે વાતચીત કરવાની અનેક તકો મળી. આ દુખની ઘડીમાં જેઠમલાણીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રામ જેઠમલાણીના નિધર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે આપણે એક જાણીતા વકીલની સાથે એક મહાન માનવને ગુમાવ્યા છે. અમિત શાહે કહ્યું કે રામ જેઠમલાણીજીનું નિધન સમગ્ર કાયદા સાથે જોડાયેલા લોકો માટે એક અપૂરણીય ક્ષતિ છે. કાયદા બાબતે તેમના જ્ઞાનના કારણે તેમને હમેશાં યાદ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News