JEE માટે ૨ સપ્ટેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 17:30:32
  • Views : 449
  • Modified Date : 2019-08-09 17:30:32

આ પરીક્ષા પાસ કર્યા પછી વિદ્યાર્થી દેશની મુખ્ય એન્જિનિયરિંગ અને આર્કિટેક્ટ કોલેજમાં મેરિટના આધારે એડમિશન મેળવે છે. આ વર્ષમાં વિદેશી વિદ્યાર્થીને એનઆઈટી અથવા આઈઆઈટીમાં એડમિશન માટે જેઈઈ મેઈન્સ પાસ કરવી જરૂરી છે. પરીક્ષાની પદ્ધતિ અને તેના અભ્યાસક્રમમાં આ વખતે કોઈ પણ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ પરીક્ષા અને કેટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેઈઈ માટે રજિસ્ટ્રેશન ૨ સપ્ટેમ્બરમાં યોજાશે. એનડીએ અને એનકે માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત બુધવારથી શરૂ કરવામાં આવી છે. કોમન એડમિશન ટેસ્ટ -કેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ૭ ઓગસ્ટના પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન આવેદન ૧૮મી સપ્ટેમ્બર સુધી કરાવી શકાશે. આ એક્ઝામ દ્વારા દેશની તમામ આઈઆઈએમ સહિત ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે છે. કેટની પરીક્ષા ૨૪ નવેમ્બરના રોજ લેવાશે. નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત ૭ ઓગસ્ટના રોજથી કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવી શકાશે. તેની પરીક્ષા ૧૭ નવેમ્બરના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ આર્મીની કોઈપણ એકેડેમીમાં પ્રવેશ મેળવી શકશે. પરીક્ષાનું આયોજન વર્ષમાં બે વખત કરવામાં આવે છે. કોર્સમાં એડમિશન લેખિત પરીક્ષા અને પર્સનાલિટી ટેસ્ટ આપ્યા પછી મળે છે.

Download Our B K News Today App



Related News