અમદાવાદના ત્રણ કેન્દ્ર સહિત રાજ્યભરમાં JEE મેઇનની પરીક્ષાનો પ્રારંભ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 14:06:30
  • Views : 361
  • Modified Date : 2020-09-01 14:06:30

       ધોરણ 12 બાદ એન્જિનયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી JEE(જોઈન્ટ એન્ટ્રાન્સ એક્ઝમિનેશન) મેઈનની ઓનલાઇન પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. બેચલર ઓફ આર્કિટેક અને પ્લાનિંગ માટે આજથી શરૂ થયેલી પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે, જેમાં પહેલા સેશનમાં સવારે 9 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યે પરીક્ષા પુરી થઈ છે. કોરોના કાળમાં અનેક ચર્ચા અને વિરોધ બાદ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં લેવાયેલી પરીક્ષા એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ છે. પરીક્ષાના આયોજન અને સહેલું પેપર રહેતા વિદ્યાર્થીઓ ખુશ જોવા મળ્યા હતા. આજની પરીક્ષા આર્કિટેક અને પ્લાનિંગ બ્રાન્ચમાં જવા ઇચ્છતાં આશરે 1500 વિદ્યાર્થીઓ માટે લેવાઈ છે. આવતીકાલ બુધવારથી JEE B.E અને બી.ટેક માટેની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં અમદાવાદમાં આશરે 8000 જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.અમદાવાદના બોપલમાં અને ઓઢવમાં બે એમ ત્રણ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ છે. આજે સવારે ત્રણ કલાકની ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી જે સરળ રહી હતી. બપોરે 3 વાગ્યાથી બીજું સેશન શરૂ થશે. પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટનસનું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું. માસ્ક ફરજીયાત પહેર્યું હતું.કોરોના સંક્રમણ સંપૂર્ણ તકેદારી સાથે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં JEE મેઈનની પરીક્ષા યોજાઇ હતી. 13 જિલ્લાના 31 કેન્દ્રો ખાતેથી 38,167 વિદ્યાર્થીઓ JEE (મેઈન) પરીક્ષા આપી હતી.રાજ્યભરમાં કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી(નવી દિલ્હી)દ્વારા લેવામાં આવનાર JEE મેઈન પરીક્ષા સમયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News