રતનપુરમાં રોયલ્ટી ચોરીમાં જેસીબી, ચાર ટ્રેકટર સહિત રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 10:59:02
  • Views : 467
  • Modified Date : 2020-07-29 10:59:02

  દાંતા નજીક રતનપુર ગામમાંથી ગૌચરની જમીનમાંથી માટી વહન કરી રોયલ્ટી ચોરી કરતા જેસીબી તેમજ ચાર ટ્રેકટરને ઝડપી વાહનમાલિકો પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરી છે.દાંતા નજીક રતનપુર ગામમાં મંગળવારે ભૂસ્તર વિભાગ દ્વારા ગોચરની જમીનમાં ગેરકાયદેસર માટીનું ખનન અને વહન કરતી પ્રવૃત્તિ ઉપર છાપો મારી જેસીબી સહિત ચાર ટ્રેક્ટર મળી કૂલ 50 લાખનો અંદાજિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રોયલ્ટી વિભાગના ઇન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી, સહીત સુપરવાઈઝર વીરેન્દ્ર સોલંકી અને સર્વેયર મેહુલ દવે ની ટીમ દ્વારા દાંતા નજીક રતનપુર ગામમાં મંગળવારે સવારે એકાએક છાપો માર્યો હતો જ્યાંથી જેસીબી નં. G j 8al 1010, ટ્રેકટર નં. G j 18 H 6564 ,G J 07AN3313, G J 09ad 3722 અને નંબર વિનાનું મહિન્દ્ર કંપનીનું ટ્રેકટર જપ્ત કરાયું હતું. જેમાં ખાણીજચોરીના કિસ્સામાં 2.60 લાખ જેટલો દંડ જેતે વાહન માલિક પાસેથી વસૂલવામાં આવશે. જોકે આ વિસ્તારમાં વકરેલી ખનીજ ચોરી અંગે રોષ વ્યકત કરતા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે "દાંતા વિસ્તારમાં આવેલ નદીઓ અને સરકારી જમીનોની ભેખડો સહીત ગૌચરની જમીનમાંથી મોટા પાયે રોયલ્ટીની ચોરી થતી રહે છે.

Download Our B K News Today App



Related News