જાયે તો જાયે કહાં! મોંઘવારીએ વધાર્યું ગૃહિણીઓનું ટેન્શન, આ ચીજ-વસ્તુઓના ભાવમાં પણ થયો ભડકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-04 11:04:54
  • Views : 237
  • Modified Date : 2022-04-04 11:04:54

મોંઘવારીએ બગાડ્યું ઘરનું બજેટ

લીલા શાકભાજીનાં ભાવમાં ભડકો

દેશના અનેક શહેરોમાં ભાવ આસમાને

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ હવે શાકભાજીમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કરી દીધા છે. મહત્વનું છે કે, ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને એવામાં શાકભાજીના ભાવે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અનેક ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબી જતા શાકભાજીના ભાવ વધારાથી સામાન્ય માણસની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે.

 

લીલું શાકભાજી થયું મોંઘુ

હાલમાં શાકમાર્કેટમાં લગભગ તમામ લીલા શાકભાજીના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. દુકાનોમાં શાકભાજી પહેલાની જેમ ઢગલારૂપે નથી દેખાતું. દિલ્હીમાં પાલકની કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. તો ભિંડા, પરવળ અને દૂધીનાં ભાવમાં ધરખમ વધારો થયો છે. તો બીજી તરફ જો તમે ઉનાળામાં શિકંજી પીવાના શોખીન છો તો જણાવી દઈએ કે, ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે.

શાકભાજી

પહેલાં (પ્રતિ કિલો રેટ)

હાલમાં (પ્રતિ કિલો રેટ)

લીંબુ

200

250

ભીંડા

100

120

પરવળ

120

130

કોબીજ

40

60

દૂધી

50

60

આદુ

60

70

ગાજર

40

50

કેપ્સિકમ

70

90

ડુંગળી

25

30

 

દેશના અનેક શહેરોમાં ભાવ આસમાને

દિલ્હી અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, કેટલીક જગ્યાએ શાકભાજીની આવક ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બજારમાં આવતા લોકોનું કહેવું છે કે, ડોક્ટરો પણ સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખે છે. વધતી જતી કિંમતના કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ પણ બગડ્યું છે.

 

Download Our B K News Today App



Related News