કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય અગ્રસચિવના રાજકોટમાં ધામા કહ્યું ખાનગી હોસ્પિટલ ગાઈડલાઈન કરતા વધુ બિલ લેશે તો કડક કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 15:42:29
  • Views : 389
  • Modified Date : 2020-08-31 15:42:29

      રાજકોટમાં કોરોના કેસની સાથોસાથ મોતની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. રાજકોટ છેલ્લા 15 દિવસથી કોરોનાના 85 જેટલા કેસ અને સરેરાશ રોજના 15થી વધુના મોત નીપજી રહ્યા છે. અમદાવાદ બાદ રાજકોટ ડેથસ્પોટ બન્યું છે. અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓને કારણે રાજકોટનો ડેથરેટ ઉંચો જઈ રહ્યો છે. આથી સરકાર પણ ચિંતામાં મૂકાઈ જતા આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મૃત્યુ દર ઘટાડવા અને એક પણ મોત ન થાય એ પ્રકારના સરકારના પ્રયાસો છે. 15 રેસિડન્ટ ડોક્ટર સહિતનો સ્ટાફ અન્ય જિલ્લામાંથી રાજકોટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેને જરૂરી સાધનો, વેન્ટિલેટર, દવા સહિતની તમામ વસ્તુ પૂરી પાડવામાં આવી રહી છે. કોઈ પણ હોસ્પિટલે નક્કી કરેલા દર કરતા વધુ બિલ લેશે તે ચલાવી લેવામાં આવશે નહી. જો આવું કરશે તે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.હતી. બાદમાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારી ગાઈડલાઈનથી વધારે રૂપિયા વસુલતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે.જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી ગાઇડલાઇનથી વધારે રૂપિયા વસૂલતી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને આ અંગે ચેતવણી આપી છે. કોરોનાના વધતા કેસોને પગલે સરકાર એકશનમાં આવી ગઈ છે. ગાંધીનગરથી ડોક્ટરોની ટીમ રાજકોટ આવી પહોંચી છે. એક અઠવાડિયા સુધી ડોક્ટરોની ટીમ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરશે. સારવાર અંગે પણ સિવિલના ડોક્ટરોને માર્ગદર્શન આપશે. વધતા જતા મૃત્યુ અંગે સરકાર એક્શનમાં આવી ગઈ છે.

Download Our B K News Today App



Related News