કુડાના જવાનનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 12:35:34
  • Views : 563
  • Modified Date : 2020-03-07 12:35:34

ખેરાલુ તાલુકાના કુડા ગામના અને જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા પ્રવિણજી પ્રધાનજી ઠાકોરને ડ્યુટી દરમિયાન વીજકરંટ લાગતાં મોત થયું હતું. શુક્રવારે સવારે શહીદ જવાનની ખેરાલુમાં અંતિમયાત્રા કાઢ્યા બાદ વતન કુડા લઇ જઇ સેનાના જવાનોની ગાર્ડ ઓફ ઓનર બાદ અંતિમસંસ્કાર કરાયા હતા. હાજર લોકોએ શહીદ જવાન અમર રહો ના નારા લગાવ્યા હતા. કુડા ગામના પ્રવિણજી પ્રધાનજી ઠાકોર 3 વર્ષ પૂર્વે ભારતીય સેનામાં જોડાયા હતા અને જમ્મુ-કાશ્મીરમાં 508-એસીબી બટાલિયનમાં સૈનિક તરીકે બજાવતા હતા. પ્રવિણજી 12 મે. ના રોજ મનીષાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા અને 25 જૂને પરત ડ્યુટી ગયા હતા. ગત મંગળવારે ડ્યુટી પૂરી કરી કેમ્પમાં ન્હાવા માટે બાથરૂમમાં ગીઝરથી પાણી ગરમ કરતાં વીજકરંટ લાગતાં મોત થયું હતું. શુક્રવારે શહીદ પ્રવિણજીનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટથી ખેરાલુ શીત કેન્દ્ર આવી પહોંચતાં મોટી સંખ્યામાં શહેર અને તાલુકાવાસીઓએ શ્રધ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ ખેરાલુ શહેરમાં ફેરવી કુડા લઇ જવાયો હતો. જ્યાં તેના ઘરે મરણોત્તર વિધિ કર્યા બાદ પાર્થિવદેહને સ્મશાન લઇ જવાયો હતો. જ્યાં સેનાના જવાનોએ સલામી આપ્યા બાદ શહીદના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાયા હતા.

Download Our B K News Today App



Related News