જવાન શહીદ, ભારતે પાક.ની ચોકી ઉડાવી, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં તંગદિલી ફેલાવવા ઘૂસણખોરીની ફિરાકમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 17:15:14
  • Views : 433
  • Modified Date : 2019-08-18 17:15:14

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370માં કરાયેલા પરિવર્તનથી ભડકેલા પાકિસ્તાને શનિવારે સવારે એલઓસી પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકી અને નિવાસી વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ઘણી ચોકી તબાહ કરી હતી. પાક. હુમલામાં લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા છે. ભારતીય હુમલામાં પાકિસ્તાનના ચાર જવાનો ઠાર મરાયા હતા. દરમિયાનમાં જમ્મુના 35 વિસ્તારમાંથી નિયંત્રણ હટાવી લેવાયા છે. 50 હજાર લેન્ડ લાઈન ફોન શરૂ થઈ ગયા છે. જમ્મુના પાંચ જિલ્લામાં ટુ-જી ઇન્ટરનેટ પણ શરૂ થયું છે. જમ્મુના 10 જિલ્લામાં હવે કોઈ નિયંત્રણ નથી. પરિસ્થિતિની સમીક્ષા પછી 3જી અને 4જી મોબાઈલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા અંગે વિચારણા કરાશે. સોમવારથી કાશ્મીર ખીણમાં પ્રાથમિક શાળા સહિત તમામ સરકારી ઓફિસો પણ ખુલશે. સુરક્ષાદળોએ સાવચેતીના પગલાંરૂપે રસ્તા પર બેરિકેડ મૂક્યા છે. લોકોની તપાસ કરવામાં આવી રહી છે.આતંકીઓની મદદ માટે POKમાં કમ્યુનિકેશન હબ જમ્મુ-કાશ્મીરમાં તંગદિલી ફેલાવવા પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે. ગુરુવાર અને શુક્રવારની રાત્રે ભારતીય આર્મીએ પાક. આર્મીના આ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. આતંકીઓની મદદ માટે પાકિસ્તાને પીઓકેમાં નીલમ ઘાટી નજીક કાલી ઘાટીમાં કમ્યુનિકેશન હબ બનાવ્યું છે. તેની રેન્જ 50થી 60 કિમીની છે. તેની મદદ વડે આતંકી ભારતીય વિસ્તારમાં હાજર પોતાના ગાઈડ સાથે પણ વાત કરી શકે છે. પાક.ના આવા દુ:સાહસ નિષ્ફળ કરવા ભારતે આર્મીને એલર્ટ કર્યું છે.પાક. વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી બોલ્યા- અમે જંગ માટે તૈયારપરિસ્થિતિ પ્રમાણે પરમાણુ શસ્ત્રોની નીતિમાં પરિવર્તન અંગે ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ચેતવણીથી પાકિસ્તાન ગુસ્સામાં છે. પાક. વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે કહ્યું કે તેમનું આર્મી અને સમગ્ર દેશ જંગ માટે તૈયાર છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા ભારત આવું કરી શકે છે. તો આર્મીના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે અમે પણ વિકલ્પો અંગે વિચાર કરી રહ્યાં છીએ. કાશ્મીર એક ન્યુક્લિયર પોઈન્ટ છે. ઇમરાને શનિવારે કાશ્મીર કમ્યુનિટીની બેઠક યોજી હતી.USએ પાક.ની 3130 કરોડની સહાય રોકીઆર્થિક રીતે કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક આંચકો આપ્યો છે. પાકિસ્તાનને કેરી લુગર બર્મન એક્ટ હેઠળ અપાતી આર્થિક મદદમાં અમેરિકાએ કાપ મૂક્યો છે. હવે પાક.ને 3130 કરોડ રૂપિયાની મદદ નહીં મળે. ઓક્ટોબર 2009માં અમેરિકી કોંગ્રેસે કેએલબી એક્ટ હેઠળ પાકિસ્તાનને પાંચ વર્ષમાં 52500 કરોડ રૂપિયાની સહાય આપવાનું વચન અપાયું હતું. તેમાંથી પાક.ને 6300 કરોડ રૂપિયા અપાયા નથી. ઇમરાનના અમેરિકી પ્રવાસ અગાઉ આ નિર્ણય લેવાયો હતો.

Download Our B K News Today App



Related News