હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત જાપાનીઝ યુગલ હિન્દુ વિધીથી લગ્ન કરશે, જાપાનીઝ ભાષામાં છપાવેલી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 15:55:45
  • Views : 425
  • Modified Date : 2020-02-27 15:55:45

 પોરબંદર તાલુકાના કુછડી ગામ નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તિર્થ આશ્રમમાં એક અઠવાડીયાથી 24 જેટલા જાપાની મહિલાઓ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આજે સાંજે જાપાનીઝ યુવક-યુવતીઓના ભારતીય હિન્દુ સંસ્કૃતિના રીત-રિવાજ મુજબ લગ્ન યોજનાર છે. જાપાનીઝ લોકો ભારતીય હિન્દુ સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત હોવાને કારણે જાપાન સ્થિત પિતા તોસીયાકી અને માતા તેરીયોબેન ઉરનીસીની સુપૂત્રી ચીઓરી અને જાપાન સ્થિત પિતા નોબારૂ પુરૂતા અને માતા એકોતુરૂતાના સુપુત્ર કઝુયના લગ્ન હિન્દુ સંસ્કૃતિ મુજબ યોજાશે. આ લગ્ન પ્રસંગની કંકોત્રી ગુજરાતી ભાષામાં તેમજ જાપાનીઝ ભાષામાં પણ હોવાથી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. પોરબંદર તાલુકાના કુછડી ગામ નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તિર્થ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો અવારનવાર યોજવામાં આવે છે. હિન્દુ સનાતથ ધર્મના પ્રચાર-પ્રસાર માટે છેલ્લા 13 વર્ષથી આર્ષ સંસ્કૃતિ આશ્રમ કાર્યરત છે અને આ તિર્થ આશ્રમમાં પ.પૂ. સ્વામિની નિગ્માનંદા સરસ્વતીજી તથા પ.પૂ.સ્વામિની નિત્યાકલ્યાણનંદા સરસ્વતીજી આશ્રમનું સંચાલન કરે છે. આ સંસ્થા દ્વારા ગીતાજી, વેદાંત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરે ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન પિરસવામાં આવે છે. અને આ સંસ્થામાં દેશ તેમજ વિદેશના લોકો પણ અભ્યાસ માટે આવે છે. અને આ સંસ્થામાં આવીને વિદેશીઓ ભારતીય સંસ્કૃતિનો અંત:પૂર્વક અભ્યાસ કરે છે.

Download Our B K News Today App



Related News