બનાસકાંઠામાં જનતા કરફયુને પ્રચંડ સમર્થન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 12:08:58
  • Views : 500
  • Modified Date : 2020-03-23 12:08:58

બનાસકાંઠામાં જનતા કરફયુને પ્રચંડ સમર્થન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાનનું લોકોએ અમલ કર્યુ થાળીઓ અને ઘંટડીઓ વગાડી સેવામાં લાગેલ સરકારી કર્મચારી, ડાpકટરોનું અભિવાદન કર્યુ આજે સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ત્યારે આ બંધના એલાનને બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે. વિશ્વ આજે કોરોના વાયરસના સકંજામાં છે ત્યારે દરેક દેશ આ વાયરસથી બચવા માટે કંઈકને કંઈક ઉપાય કરી રહી છે. ત્યારે ભારત દેશમાં  પણ કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં  બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં  ભારતભરમાં બંધના એલાનને પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ  કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને પુરેપૂરું સમર્થન મળ્યુ હતું.  તમામ લોકો સ્વયંભૂ જાતે જ પોતાનુ સ્વાસ્થ્ય સારું રહે તે માટે એક દિવસ માટે બંધ રાખ્યું હતું.  કોરોના વાયરસની મહાબિમારીના પગલે ભારત સરકાર અને ગુજરાત સરકાર ભારે ચિંતામા મુકાઇ છે. જેના  પગલે સમગ્ર જનતાને હાઇ એલર્ટ કરાઇ રહી છે. તંત્રને પણ સાબદુ કરાઇ દેવાયું છે.  ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપીલ કરી હતી કે ૨૨ માર્ચના દિવસે સવારે ૭ થી રાતના ૯ સુધી તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઘરમા રહે. આ અપીલને બનાસકાંઠા જિલ્લામાં પુરેપુરુ સમર્થન લોકોએ આપ્યું હતું. તમામ  બનાસકાંઠા વાસીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આખો દિવસ ઘરમાં રહ્યા હતા. જ્યારે સાંજે ૫ અને ૫ મિનિટે ઘરની બહાર આવી થાળી વગાડી લોકસેવામાં  લાગેલ સરકારી કર્મચારી,ડોકટરોનું અભિવાદન કર્યુ હતું. કોરોના વાઇરસ એકબીજા લોકો સાથે સંપર્કથી આગળ વધે છે અને એના જીવાણુ કોઈ પણ જગ્યા પર ચોંટ્યા બાદ અમુક કલાકો સુધી જીવિત રહે છે. જનતા કર્ફયુમાં ૧૨કલાકથી વધુ સમય લોકો ઘેર રહેવાથી કોરોના વાઇરસના જીવાણુની લિંક તૂટી જાય છે અને રોગ આગળ વધતો નથી. આ કારણથી પીએમ મોદીએ લોકોને એક દિવસ જનતા કર્ફયુમાં જોડાવાની વાત કરી હતી અને આ વાતને લોકોએ જબરજસ્ત સમર્થન આપ્યું હતું.  


Download Our B K News Today App



Related News