જન્મ થતાં જ દિકરીને ગટરમાં ફેંકી દેતી નિષ્ઠુર માતા સીસીટીવીમાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 18:07:37
  • Views : 621
  • Modified Date : 2019-07-20 18:07:37

  હરિયાણાના કૈથલમાં એક નિષ્ઠુર હૃદયની માતાએ જન્મ થતાંની સાથે જ માસૂમ દિકરીને મરવા માટે ફેંકી દીધી હતી. વહેલી સવારે 4 વાગે ડોગરા ગેટ પાસે આ અજાણી મહિલાએ તેની નવજાતને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને ગંદા નાળાની અંદર ફેંકી દીધી હતી. તેની આ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે, વિધાતાએ તો આ દિકરીના કોઈ અલગ જ લેખ લખ્યા હોય તેમ તેનો ચમત્કારિક બચાવ પણ થયો હતો. ભલે સગી જનેતાએ તેને મરવા માટે ફેંકી દીધી હોય પણ ગલીના કૂતરાઓ આ માસૂમ માટે દેવદૂત બનીને આવ્યા હતા. ગટરની અંદરની પડેલી આ નવજાતને કૂતરાઓએ બહાર નીકાળી હતી. આટલું ઓછું હોય તેમ આ અબોલ જીવોએ તરત જ જોર જોરથી ભસવાનું ચાલુ કર્યું હતું જેથી તેને મદદ મળી જાય. કૂતરાઓએ કરેલા શોરબકોર બાદ આખી ઘટના સ્થાનિકોના સામે આવતાં જ તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયેલી આ માસૂમની હાલત ગંભીર છે. તો સાથે જ પોલીસે પણ સીસીટીવીના આધારે નવજાતને મરવા માટે ત્યજી દેનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી. આખી ઘટના સામે આવતાં જ લોકોમાં પણ અબોલ પ્રાણીઓએ દર્શાવેલી સતર્કતા ચર્ચાનું કેન્દ્ર છે.

Download Our B K News Today App



Related News