સ્વ. અટલબિહારી બાજપાયીજીની જન્મજયંતી નિમિત્તે દર્દીઓને ફ્રૂટ વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 13:54:48
  • Views : 503
  • Modified Date : 2019-12-26 13:54:48

પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઈજી ની જન્મજયંતિ નિમીત્તે સવારે ૧૧ કલાકે શહેર યુવા ભાજપની આગેવાનીમાં શહેર તથા તાલુકા ભાજપના તમામ મોરચા સેલના મહત્વના કાર્યકરો દ્વારા સિધ્ધપુર સિવીલ તથા કેન્સર એમ બન્ને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી અને બાજપાયીજીની જન્મજયંતિ સેવા કાર્ય થકી ઉજવી હતી.આ સાથે સિવીલ અને કેન્સર હોસ્પિટલના તબીબો પાસેથી હાલ ઉપલબ્ધ સારવાર અને તે અંગે જરૂરી સુવિધાઓની ચર્ચા કરી વિગતો અને માહિતી મેળવી રાજ્ય સરકારમાં તેની તાત્કાલીક રજૂઆત કરી ખૂટતી સુવિધાઓથી સિવીલ અને કેન્સર હોસ્પિટલને સજજ કરવામાં આવે તે માટેના અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે યુવા ભાજપ પ્રમુખ મિહીર પાધ્યાની આગેવાનીમાં યુવા ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ન.પા. પ્રમુખ વર્ષાબેન પંડ્‌યા, ઉપપ્રમુખ ક્રિષ્ણાબેન ઠાકોર,  શહેર પ્રમુખ મનિષભાઈ શેઠ, તાલુકા ભાજપ પ્રમુખ કેસરભાઈ ચૌધરી, શહેર મહામંત્રીઓ વિષ્ણુભાઈ પટેલ, ચિનુભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા પ્રમુખ વર્ષાબેન દવે, મ્યુ. સદસ્ય ભરતભાઈ મોદી, લચ્છુભાઈ મુલાણી, વામનભાઈ પંડયા, દેવેન્દ્ર આચાર્ય, પરેશ પંચોલી, હેતલબેન પંચાલ, યશ ભટ્ટ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તબીબોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં રોજ ઓપીડી થાય છે અને મહદંશ સારવાર ઉપલબ્ધ છે પરંતુ વધારે ડોકટરોની નિમણૂંક થાય તો લોકોને ઘરઆંગણે જ તમામ સારવાર ઉપલબ્ધ થાય અને દર્દીઓને ખાસ કિસ્સા સિવાય રીફર કરવા નહી પડે. ભાજપ અગ્રણીઓએ આ અંગે ડા. જયનારાયણભાઈ વ્યાસ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા હોવાનું અને સિવીલ સર્જન સહિતના તબીબ સિધ્ધપુર સિવીલમાં મુકાય તથા કેન્સર હોસ્પિટલમાં ઓપરેશનની સવલત શરૂ થાય તે માટે સરકારને યોગ્ય ચેનલ થકી તાત્કાલીક રજૂઆત કરવામાં આવશે અને સિવીલને છીછરી માનસિકતાનો અખાડો બનવા દેવાશે નહી તેમ જણાવી દર્દીઓના હિતમાં તમામ સમર્થનની બાંહેધરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ કાર્યકરો અને હોસ્પિટલના તબીબોનો શહેર યુવા ભાજપ અધ્યક્ષ મિહીર પાધ્યાએ સૌનો આભાર માન્યો હતો.



Download Our B K News Today App



Related News