300 પાકિસ્તાની સમર્થકો સાથે ભીડાઈ ગયા મુઠ્ઠીભર ભારતીયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 14:04:11
  • Views : 676
  • Modified Date : 2019-08-18 14:04:11

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરાયા બાદ પાકિસ્તાન રઘવાયુ અને હતાશ થઈ ગયુ છે. પાકિસ્તાને યુએનમાં પણ પછડાટ મળી છે.

દુનિયાભરના વિવિધ દેશોમાં પાકિસ્તાનના લોકો ભારત વિરોધી દેખાવો કરી રહ્યા છે. જોકે, તેમાં પણ તેમને પીછેહઠ કરવી પડી રહી છે. દક્ષિણ કોરિયામાં તો 300 પાકિસ્તાનીઓનુ ટોળુ ભારત વિરોધી નારા લગાવી રહ્યુ હતુ તે જોઈને ગણતરીના ભારતીય નાગરિકો તેમની સાથે ભીડાઈ ગયા હતા. જેમાં ભાજપના નેતા શાઝિયા ઈલ્મીનો પણ સમાવેશ થતો હતો.

આ વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાનીઓનુ ટોળુ ભારત વિરોધી સૂત્રો પોકારી રહ્યુ છે અને પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યુ છે ત્યારે શાઝિયા ઈલમી અને બીજા ગણતરીના લોકો ટેક્સીમાંથી ઉતરીને સીધા ટોળા સામે ધસી જાય છે અને ટોળાની સામે ભારત ઝિંદાબાદના નારા લગાવે છે.

શાઝિયાએ પાક સમર્થકોને ફટકાર લગાવતા કહ્યુ હતુ કે, પોતાના દેશ કે વડાપ્રધાન માટે ખરાબ શબ્દોનો ઉપયોગ થતો હોય તો તેનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો જોઈએ

Download Our B K News Today App



Related News