જલારામ બાપાની 220મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, વીરપુર જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 17:25:49
  • Views : 505
  • Modified Date : 2019-11-03 17:36:38

“જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો” આ ધ્યેય મંત્રને સાર્થક કરી દેશ-વિદેશમાં અન્નક્ષેત્રનું મહાપ્રદાન કરનાર સંત જલારામ બાપાની આજે 220મી જન્મજ્યંતિ છે. ત્યારે રાજકોટના વીરપુરમાં જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી કતારો લાગી છે. અને જય જલિયાણનો નાદ ગૂંજી ઉઠ્યો છે.વીરપુરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ઉજવણીને લઈ ઠેક ઠેકાણે જલારામ બાપાના જીવન ચરિત્રના ફ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. ઘેર ઘેર રંગોળીઓ કરવામાં આવી છે. ગામના રસ્તાઓને ધજા, પતાકા તેમજ લાઇટિંગ ડેકોરેશન કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને નાનુ એવું વિરપુર ગામ જાણે કે હિલોળે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News