આગથળા જેલમાંથી ભાગેલો આરોપી ભાભરથી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 12:54:25
  • Views : 660
  • Modified Date : 2020-07-25 12:54:25

14મી જૂનના રોજ ચિત્રોડા ગામે પરિણીતાને બે યુવકોએ અપહરણ કરી અમદાવાદના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનાનો સહ આરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોર ત્રણ દિવસ અગાઉ 21 જુલાઇના જેલમાં ગભરામણ થતી હોવાનું બહાનું કાઢી મારે હાથ-પગ અને મોં ધોવું છે તેવું જણાવી બહાર આવી પોલીસ સ્ટાફનું ધ્યાન ચૂકવી પોલીસ સ્ટેશનનો વરંડો કુદી ભાગી ગયો હતો. જે ઘટનાથી પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. જે આરોપીની સઘન શોધખોળ દરમિયાન બાતમીના આધારે આગથળા પોલીસ સ્ટેશનના સ્ટાફએ શુક્રવારે ભાભર વિસ્તારમાં તપાસ કરતાં આરોપી ભાભર ખાતેથી ઝડપાઈ ગયો હતો.

Download Our B K News Today App



Related News