મધ્યસ્થ જેલમાં કેદીના આંતરવસ્ત્રમાંથી મોબાઇલ અને પેન્ટના ખિસ્સામાંથી છૂટી તમાકુ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-28 17:27:18
  • Views : 444
  • Modified Date : 2020-02-28 17:27:18

રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર કોઇ દડા બનાવી મોબાઇલ ફોન, તમાકુના પડીકા, પાન મસાલા, ચાર્જર સહિતની ચીજવસ્તુઓના ઘા કરી જાય છે. અગાઉ આવુ કૃત્ય કરનાર એક શખ્સ ઝડપાયો હતો. ત્યાં હવે જેલમાં કેદીઓની જડતી દરમિયાન એક પાકા કામના કેદી યાકુબખાન કાળુખાન પઠાણના પેન્ટના ખિસ્સામાંથી થોડી છૂટક તમાકુ અને આંતરવસ્ત્રમાં છૂપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ મામલે કેદી વિરૂદ્ધ ફોજદારી દાખલ કરાવવામાં આવી છે. જે કેદી પાસેથી મોબાઇલ મળ્યો છે તે સુરેન્દ્રનગર તરફનો છે. આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના ગ્રુપ-2 જેલર વી. કે. હેરભાએ પાકા કામના કેદી યાકુબખાન કાળુખાન પઠાણ વિરૂદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42, 43, 45ની પેટા કલમ 15 મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેલર હેરભાએ ફરિયાદમાં જણાવ્યું છે કે 26 ફેબ્રુઆરીના રોજ મારી ડ્યુટી જેલર તરીકેની હતી. બપોરે સાડા ત્રણેક વાગ્યે નવી જેલ-01 યાર્ડ નં. 3ની બેરેક નં. 3ની બહારના ભાગે સીડી પાસે પાકા કામનો કેદી (નં. 42441) યાકુબખાન કાળુખાન પઠાણની ફરજ પરના અમલદાર મનોજભાઇ જયંતિલાલ લખતરીયા જીણવટભરી અંગ જડતી કરતાં હોય કેદીના પેન્ટના ખિસ્સામાંથી થોડી છૂટી તમાકુ મળી આવી હતી. આ પછી વધુ તપાસ કરવામાં આવતાં તેણે પહેરેલા આંતરવસ્ત્રમાં છૂપાવેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ફોન કેચાઓડા કંપનીનો એ-26 સિરીઝનો કાળા રંગનો હતો અને તેમાં બેટરી પણ હતી. સીમકાર્ડ નહોતું.

Download Our B K News Today App



Related News