બાદરપુરા(કાલુસણ)માં બાલાપીરની દરગાહની જગ્યામાં વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 11:00:05
  • Views : 558
  • Modified Date : 2019-07-01 11:00:05

પાલનપુર તાલુકા ના બાદરપુરા (કાલુસણ) માં વર્ષો જુની બાલાપીરની દરગાહ આવેલી છે. જે બાલાપીર દરગાહની જમીનને નાયબ કલેક્ટર  આર.ટી.એસ.વશી ૩૩૬૪  તા. ૨૦/૧૨/૧૯૮૮ ના રોજ હુકમ કરી સર્વે નંબર ૧૫૦ પૈકી એ ૦૧૩ ગુઠા જમીનને બાલાપીરની દરગાહ તરીકે આપવામાં આવેલ હતી. જે જમીન બાલાપીર દરગાહના વહિવટકર્તા તરીકે સુન્નિ હનિફ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને સોંપવામાં આવેલી હતી. જેની નોંધ નંબર ૫૪૫  રેવન્યુ રેકોર્ડ પ્રમાણે
પાડેલ છે. પરંતુ હાલમાં આ બાલાપીરની દરગાહની જગ્યા માટે ગામમાં ભારે વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળેલ છે. બાદરપુરામાં આવેલી બાલાપીરની દરગાહની જગ્યા ઉપર  કેટલાંક અસંતુષ્ટ લોકોની દાનત બગડતા  આ જગ્યા ઉપર કોમ્પ્લેક્સ ઉભુ કરવાની તૈયારીઓ કરાતા કેટલાંક ગ્રામજનોએ ભારે વિરોધ ઉઠાવી ગેરકાયદેસર બાંધકામની મંજુરી ના આપવા   જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે.  ત્યારે બીજી તરફ બાદરપુરા સરપંચ શરિફભાઇ વરાળીયાની પુછપરછ કરતાં જણાવ્યું હતું કે બાલાપીર દરગાહની જગ્યામાં કોઇપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતુ નથી.  સમગ્ર ગામના  વિકાસના હેતુથી અને ગામના કોઇ પણ માણસને તકલીફો ન પડે તે હેતુથી કોટ તેમજ સેડ બનાવવાની મંજુરી લઇને કામ શરૂ થશે. બીજી તરફ અરજદારો સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સામે પક્ષવાળાનું કામ બાદરપુરા ગામમાં વિકાસને અટકાવવા કરી રહ્યા છે. જે ખરેખર ખોટુ છે. જ્યારે સરપંચનો હોદ્દો ધરાવતા શરિફભાઇ વરાળીયાની સાથે બહુમતિ હોય તેમ ગામના લોકો પણ સરપંચના વિકાસના કામોથી ખુશ જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News