સિધ્ધપુર ખાતે મહિલા કાનુની જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:57:42
  • Views : 432
  • Modified Date : 2020-01-17 14:57:42



ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને મહિલા કાનૂની જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય આયોગના સભ્ય ડા. રાજુલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકારે મહિલાઓના અધિકાર માટે અનેક કાયદાઓ અમલમાં મૂક્યા છે અને તેનો અન્યાય થાય ત્યારે ઉપયોગ કરવો જોઇએ. મહિલાઓ માટેના કાયદા ખુબ જ કડક હોવાથી સમાજમાં ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. મહિલાઓ કાયદાથી જાગૃત બની છે. રાજ્ય સરકાર મહિલાઓની સતત ચિંતા કરે છે. તથા તેમના હિતોનું રક્ષણ કરી રહી છે મહિલાઓ ઉપર થતા અત્યાચારોથી બચવા માટે કાયદા અંગેની જાણકારી છેવાડાની મહિલા સુધી પહોંચે તે પ્રકારની કામગીરી નિભાવવા તેમણે અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડા.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત અને રાજ્ય સરકારનું મહિલા આયોગ મહિલાઓના રક્ષણ, સુરક્ષા અને ન્યાય માટે કાર્ય કરી રહ્યુ છે. તેમણે કાયદો સ્ત્રીના જીવનમાં કેટલો ઉપયોગી છે તેની જાણકારી આપી હતી અને મહિલાઓ ઉપર થતા અત્યાચારો, આત્મહત્યા, હિંસા, છેડતી જેવા બનાવો સમાજમાં બનતા અટકાવવા રાષ્ટ્રીય મહિલા આયોગની મુખ્ય ભૂમિકા છે એમ જણાવ્યું હતું. મહિલાઓ ઉપર થતા અત્યાચારોની નોંધણી ઓનલાઈન કે ઓફલાઈન થઈ શકે છે. મહિલાઓએ એન.આર.આઈ. સાથે લગ્નની નોંધણી ફરજિયાત કરાવવી જોઈએ. કોઈપણ ગુના સામે મજબૂર થવાના બદલે તેનો હિંમતપૂર્વક રીતે સામનો કરવા જણાવ્યું હતું. ભારત સરકારે મહિલાઓ માટે અનેક વિવિધ કાયદાઓ અમલમાં મૂક્યા છે. તેનો પ્રતિકાર માટે ઉપયોગ કરવો જોઈએ. તેમજ દરેક મહિલાએ કાયદાઓની જાણકારી મેળવવી જોઇએ. દેશને શક્તિશાળી બનાવવા માટે મહિલા શક્તિને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. મહિલાઓ ઉપર થતા અન્યાય માટે સખી વન સ્ટોપ સેન્ટરનો પણ ઉપયોગ કરવા જણાવ્યું હતું.આ પ્રસંગે સીનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ વિશાલ ગઢવીએ સરકાર દ્વારા મહિલાઓના રક્ષણ માટે અમલમાં મુકેલ કાયદાઓની જાણકારી આપી હતી. સમાજમાં કાનૂની જાગૃતિ હોવી જોઈએ જેનાથી સ્ત્રીઓ પર થતા અત્યાચારનું પ્રમાણ ઘટશે. સાથે સાથે સમાજે સંવેદનશીલ થવાની જરૂર છે. સહિયારા પુરુષાર્થથી સ્ત્રીઓ પરના આ 



Download Our B K News Today App



Related News