પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું દબદબાભેર નગર પરિભ્રમણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 11:13:15
  • Views : 466
  • Modified Date : 2019-07-05 11:13:15

લનપુરમાં ગુરૂવારે  
પથ્થર સડક રામજીમંદિરથી સવારે ભગવાન જગન્નાથજી દબદબાભેર નગર પરિભ્રમણે નીકળ્યા હતા. જેમની રથયાત્રા જેમજેમ આગળ વધતી ગઇ તેમ તેમ ધર્મપ્રેમી લોકો જોડાતા ગયા અને મુખ્ય બજારમાં આવી તે વખતે હૈયેહૈયું ચંપાય તેવો માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પરંપરાગત રૂટનું પરિભ્રમણ કર્યા બાદ મોડી સાંજે ભગવાન નિજમંદિરે
પરત ફર્યા હતા. જે દરમિયાન માર્ગમાં ઠેર ઠેર લીંબુ સરબત, છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે પથ્થર સડક રામજીમંદિરથી ગુરૂવારે સવારે મહંત શ્રી શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજની નિશ્રામાં નિર્મોહી અખાડાના મહંતો, રામાનંદ સંપ્રદાયના મહંતો, બનાસકાંઠાના હિંદુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સેવાકીય સંસ્થાઓના અધ્યક્ષોની ઉપસ્થિતિમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જ્યાં શ્રીરામ સેવા સમિતિ તથા શિવસેના, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મહાકાલ સેના, રામ સેવા સમિતિ, વિશ્વ હિન્દુ
પરિષદ, રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ, કરણી સેના, ગૌરક્ષા કમાન્ડો ફોર્સ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ, ભવાની સેના, રાષ્ટ્રીયવાદી યુવા વાહીની, ગોપાલ સેના યુવક મંડળ, કંથેરીયા હનુમાન વાનર સેના, યુવા ક્ષત્રિય સેના ગુજરાત, યુવા બ્રહ્મ સેના, ભગવા સંઘના યુવાનો ઉપરાંત પાલનપુર નગરપાલિકા, જિલ્લા શહેર કોંગ્રેસના કાર્યકરોએ રથને ખેંચ્યો હતો.  રથયાત્રા જેમજેમ આગળ વધતી ગઇ તેમ તેમ ધર્મપ્રેમી લોકો જોડાતા ગયા હતા. જ્યાં નાનીબજાર, તીનબત્તી વિસ્તારમાં શહેર કાજીના પરિવાર તેમજ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું ફુલહારથી સ્વાગત કરી કોમી એખલાસના દર્શન કરાવવામાં આવ્યા હતા. હનુમાન શેરી, ગઠામણ ગેટ, સુરેશ મહેતા ચોક, જહાંઆરા બાગ, કુંવરબા સ્કૂલથી અયોધ્યાનગર, ગોબરીરોડ, પંચાલ છાત્રાલય, અંબિકાનગર, મીની અંબિકાનગર, લક્ષ્મીપુરા ચોક, રામજીનગર, સુભાષનગર, બેચરપુરા, કૈલાસ મંદિર, સરકારી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, જી.આઇ.ડી.સી, કોજી ટાવર, ગુરૂનાનક ચોક, કિર્તિસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, દિલ્હીગેટના રૂટ ઉપર ઠેર-ઠેર ભાવિક ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં શરબત, આઇસ્ક્રીમ સહિત ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોબરીરોડ વિસ્તારમાં ભક્ત વસંતભાઇ પ્રજાપતિ દ્વારા ત્રણ હજારથી વધુ લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો. પરિભ્રમણ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુલ દ્વારા ૬૩૭ પોલીસ, હોમગાર્ડ સહિત અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રામાં એક હાથી, ચાર ઘોડા, ત્રણ રથ, ચાર ઉંટગાડી, ભજન મંડળીઓ, મહંતો દ્વારા તલવાર અને લાકડીના દાવ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રથયાત્રાના દર્શન કરવા આવેલા ભાવિક ભકતોને ૫૦૦ કિલો મગ અને ૪૦૦ કિલો જાંબુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન પરંપરાગત રૂટનું પરિભ્રમણ કરી રથયાત્રા મોડી સાંજે નિજ મંદિર પહોંચી હતી.

Download Our B K News Today App



Related News