શબ્દના જાદુગર વાજપેયીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 13:49:42
  • Views : 405
  • Modified Date : 2019-12-26 13:49:42


દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે તેમના જન્મદિવસ પર યાદ કરવામાં આવ્યા હતા. વાજપેયીને શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં કેટલાક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીની ૯૫મી જયંતિના પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમજ અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી Âસ્થત સદેવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  વાજપેયીના જન્મદિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે પણ કરવામાં આવે છે. વાજપેયીના યશસ્વી અને તેજસ્વી વ્યÂક્તત્વને દેશના લોકો ક્યારેય ભુલી શકશે નહીં. તેમનાથી લોકોને હમેંશા પ્રેરણા મળતી રહેશે. વિરોધી લોકો પણ વાજપેયીને સાંભળી લેવા માટે હમેંશા ઉત્સુક રહેતા હતા. શબ્દના જાદુગર તરીકે તેમને લોકો ગણે છે. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે જન્મેલા વાજપેયીનુ ૧૬મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે અવસાન થયુ ત્યારે દેશના લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. વાજપેયી એવા નેતા તરીકે હતા જે વિપરિત વિચારધારાના લોકોને એક સાથે લઇને ચાલ્યા હતા. સાથે સાથે ગઠબંધન કરીને મજબુત સરકાર બનાવી હતી. વાજપેયી પોતાની ટિકા સાંભળી લેવાની હિમ્મત રાખતા હતા.


Download Our B K News Today App



Related News