ઝડપથી વધી રહી છે મુસ્લિમોની વસ્તી, 2050 સુધીમાં ભારતમાં હશે સૌથી વધુ મુસ્લિમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 11:56:28
  • Views : 521
  • Modified Date : 2019-02-13 11:57:28

સમગ્ર વિશ્વમાં હાલમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ભલે વધારે હોય પરંતુ 2050 સુધીમાં આ મામલે વિશ્વનો નકશો બદલાઈ શકે છે ! 'વર્લ્ડ રિલિજન ડેટાબેઝ' અને 'પ્યુ રિસર્ચ સેન્ટર' ના આંકડાઓને માનીએ તો વર્ષ-2050 સુધીમાં ઇસ્લામમાં માનનારા લોકોની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે હશે!

'વર્લ્ડ રિલિજન ડેટાબેઝ' દ્વારા 1910 થી 2010 દરમિયાનના વિશ્વભરના દેશોમાં રહેતા ધાર્મિક લોકોની વસતી ઉપર અભ્યાસ ચાલી રહ્યો છે અને તેના આધારે જણાવાયું છે કે, આ 100 વર્ષમાં ઇસ્લામ સૌથી ઝડપથી ફેલાયેલો ધર્મ છે, ત્યાર બાદ નાસ્તિકો એટલે કે ધર્મમાં આસ્થા ન રાખનારાઓની સંખ્યા વધી છે.

આ અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે, 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસતી તીવ્રતાથી વધશે. અહીં હિન્દૂ જ બહુમતીમાં રહેશે પરંતુ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો વસતી ધરાવતો દેશ ભારત બની જશે. ઉલ્લેખનીય છે કે, હાલ ઇન્ડોનેશિયામાં ભારત બાદ સૌથી વધારે મુસ્લિમ છે.

Download Our B K News Today App



Related News