ISRO ચીફ કે સિવન આજે અમદાવાદની મુલાકાતે, ISSCની કોન્ફરન્સમાં લેશે ભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 14:42:43
  • Views : 467
  • Modified Date : 2019-09-26 14:42:43

ઇસરો ચીફ કે સિવન કે જેઓ ચંદ્રયાન-2નાં મિશન બાદ તેઓ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. જ્યાં તેઓ સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત લેશે અને તેઓ સાંજે એક કોન્ફરન્સમાં પણ ભાગ લેવાનાં છે.સીસ્ટમ એન્જિનિયરિંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ વિષય પર યોજશે પત્રકાર પરિષદ નજીકનાં ભવિષ્યમાં ઈસરો PSLV થ્રી કાર્ટો-થ્રી ઉપગ્રહ પણ લોન્ચ કરશેઇસરો (ISRO) ચીફ (K Sivan) કે જેઓ ચંદ્રયાન-2 મિશનનો સંપર્ક તૂટ્યા બાદ હવે પ્રથમ વાર (Ahmedabad) ની મુલાકાતે આવ્યાં છે. તેઓ ઇસરો સેન્ટરની લેબની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. ઉપરાંત તેઓ ઇસરો સેન્ટરમાં સાંજના 4 વાગ્યાની આસપાસ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે જેમાં તેઓ મુલાકાત લેવાનાં છે. ISSCની કોન્ફરન્સમાં તેઓ ભાગ લેવા માટે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, સાંજનાં 4 વાગ્યે સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત લેશેઆ દરમિયાન તેઓ સિસ્ટમ એન્જિનિયરિંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ વિષય પર પત્રકાર પરિષદ પણ યોજશે. જેમાં સ્પેસ એન્ડ ટેક્નોલોજી મંત્રી પણ હાજર રહેશે. ચંદ્રયાન-2 મિશનને લઇને મોટી અપડેટ પણ સામે આવી છે. ભલે અત્યાર સુધી ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત નથી થઇ શક્યો, પરંતુ જો ચંદ્રયાનનું ઓર્બિટર ચંદ્ર પર સારી રીતે કામ કરી રહ્યું છે. ઇસરો પ્રમુખ કે સિવને કહ્યું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે. તમામ પેલોડ સંચાલન શરૂ થઇ ગયા છે, જે ખૂબ સરસ કામ કરી રહ્યું છે. અમને લેન્ડરથી કોઇ જ સંકેત નથી મળી રહ્યાં પરંતુ ઓર્બિટર ખૂબ સારી રીતે કામ કરે છે. એક રાષ્ટ્રીય સ્તરની સમિતિ આ વાતનું વિશ્લેષણ કરી રહી છે કે વાસ્તવમાં વિક્રમ લેન્ડરની સાથે શું ખોટું થયું. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કે શિવને કહ્યું કે, 'ઈસરો ભવિષ્યનાં મિશન નક્કી કરશે. ઈસરો નજીકના ભવિષ્યમાં જ PSLV થ્રી કાર્ટો-થ્રી ઉપગ્રહ પણ લોન્ચ કરશે. કે સિવને વધુમાં જણાવ્યું કે, 15 ઓગસ્ટ 2022 પહેલા ઈસરો ગગન યાન મિશન થ્રી દ્વારા માનવને અવકાશમાં મોકલવાના લક્ષ્યાંક સાથે ચાલી રહ્યું છે.એક સમાચાર એજન્સીનાં જણાવ્યાં અનુસાર ઇસરો ચીફ કે સિવને કહ્યું કે, 'બની શકે છે જ્યારે સમિતિઓ રિપોર્ટ સોંપી દે ત્યારે ભવિષ્યની યોજના પર આપણે કામ કરીએ. મંજૂરી અને અન્ય પ્રક્રિયાઓની આવશ્યકતા હોય છે. અમે તેની પર કામ કરી રહ્યાં છીએ.'

Download Our B K News Today App



Related News