ઇસરો સેન્ટરમાં મોદીનું સંબોધન, વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું, ભારત તમારી સાથે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 13:38:31
  • Views : 422
  • Modified Date : 2019-09-07 13:38:31

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8 વાગ્યે ઇસરોના સેન્ટરે પહોંચ્યા હતા અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું હતું કે ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આખો દેશ તમારી સાથે છે.તેમણે કહ્યું કે હું ગઇ રાત્રે તમારી મનઃ સ્થિતિને સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારા ચહેરાની ઉદાસીને હું વાંચી શકતો હતો. હું ત્યારે તમારી સાથે વધારે સમય ન રોકાયો. તમે ઘણી રાતોથી જાગો છો. તેમ છતાં મારું મન કરતું હતું કે એકવાર ફરી તમને સવારે બોલાવું તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી દરેક વ્યક્તિ એક અલગ અવસ્થામાં હતી.વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગ અને પ્રયત્નો હોયદરેક મુશ્કેલી, સંઘર્ષ આપણને કંઇક નવું શીખવે છે. કેટલાક નવા આવિષ્કાર, નવી ટેક્નોલોજી માટે પ્રેરિત કરે છે અને તેનાથી જ આપણી આગળની સફળતા નક્કી થતી હોય છે. જ્ઞાનનો કોઇ સૌથી મોટો શિક્ષક છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયોગ અને પ્રયત્નો હોય છે.વૈજ્ઞાનિકોના પરિવારોને પણ મારી સલામહું તમામ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરું છું. તેમનું ઘણું મહત્વપૂર્ણ સમર્થન તમારી સાથે રહ્યું. આપણે નિષ્ફળ થઇ શકીએ છીએ, પરંતુ તેનાથી આપણા જુસ્સા અને ઉત્સાહમાં ઘટાડો નથી થયો. આપણે સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધીશું.

Download Our B K News Today App



Related News